પિયરમાં રહેતી પત્ની છેલ્લા છ વર્ષથી ઘરે નહોતી આવી- વિફરેલા પતિએ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી

Published on Trishul News at 3:50 PM, Sat, 10 July 2021

Last modified on July 10th, 2021 at 3:50 PM

ઉમરગામ(ગુજરાત): પતિના ત્રાસથી કાંઠા વિસ્તારના ફણસા ગામે રહેતી મહિલા કંટાળી પિયર ચાલી ગઈ હતી. પછી સાસરે પરત ન ફરતા બંને વચ્ચે ચાલતા વિવાદનો ભયાનક અંત આવ્યો હતો. પત્નીને રસ્તા વચ્ચે છરાથી હુમલો કરી પતિ ફરાર થઇ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી.

શુક્રવારે ફણસા ગામે મીતનાવાડ ફળિયામાં રહેતા દલપતભાઈ વાસુભાઇ મીતનાએ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ 2 દીકરી અને 1 દીકરાના પિતા છે અને છેલ્લાં 25 વર્ષથી માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 14 વર્ષ પહેલાં ગામમાં જ રહેતા પુનિત ગાંડાભાઇ મીતના સાથે તેમની મોટી દીકરી મમતાના લગ્ન થયા હતા. તે દરમિયાન પુનિત અવારનવાર મમતા સાથે ઝઘડો કરતો હતો. મમતા બે સંતાનો સાથે પતિના ત્રાસથી કંટાળીને પિયરે આવી ગઇ હતી. બન્ને અવારનવાર ગામમાં જ પિયર અને સાસરું હોવાથી સામસામે આવી જતાં હતાં. ત્યારે પતિ પત્નીને સાસરે પરત આવી જવા માટે કહેતો ત્યારે તે ચોખ્ખી ના પાડી દેતી હતી, જેને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

મમતા ગુરુવારે રાત્રે 8 વાગે ફણસા બજાર ખાતે રહેતા કાકા ધનસુખ વાસુભાઈ મીતનાના ઘરે જાઉં છું એમ કહીને ઘરથી નીકળી હતી. ત્યારે ફણસા માછીવાડ સુથાર ફળિયા રોડ પર રિક્ષામાં આવેલા મમતાના પતિ પુનિત ગાંડાભાઇ મીતનાએ મમતાને અટકાવી તેના ગરદન, માથા અને હાથના ભાગે છરા વડે હુમલો કર્યો હતો. મમતાને લોહી લોહાણ હાલતમાં મૂકી ત્યાંથી ભાગી ગયો હતો.

મમતાનાં પરિવારજનોને ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યાં હતાં અને ખાનગી વાહન દ્રારા મમતાને વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોત પહેલાં ઘવાયેલી હાલતમાં કરેલી વાતચીતના વીડિયો પરિવારે રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે નારગોલ મરીન પોલીસે આરોપી પતિ પુનિત ગાંડાભાઇ મીતના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પિયરમાં રહેતી પત્ની છેલ્લા છ વર્ષથી ઘરે નહોતી આવી- વિફરેલા પતિએ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી"

Leave a comment

Your email address will not be published.


*