કોણ કહે છે ભારતમાં મંદી નથી : મંદીની અસર ભારતમાં સૌથી વધુ : આઇએમએફ

Who says there is no recession in India: The impact of the recession is highest in India: IMF

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિએવાએ આર્થિક મંદી અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં આિર્થક મંદી જોવા મળી રહી છે. વૈશ્વિક અર્થતંત્રમાં જોવા મળેલી મંદીને કારણે વિશ્વના 90 ટકા દેશોનો આર્થિક વિકાસ ધીમો રહેશે.

ભારત ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર હોવાથી વૈશ્વિક મંદીની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળશે. વર્ષ 2019માં અમને લાગે છે કે વિશ્વના 90 ટકા દેશોમાં ગ્રોથ રેટ ઓછો રહેશે. વૈશ્વિક અર્થતંત્ર હવે મંદીની તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે.

બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી ક્રિસ્ટાલિનાને તાજેતરમાં જ આઇએમએફના મેનેજિગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક  ક્રિસ્ટીન લગાર્ડના સ્થાને કરવામાં આવી છે.

આઇએમએફ અને વર્લ્ડ બેંકની એક સપ્તાહ પછી સંયુક્ત વાર્ષિક બેઠક થનારી છે જેમાં બંને સંસ્થાઓ વૈશ્વિક અર્થતંત્ર અંગે પોતાના અંદાજ રજૂ કરશે.

આઇએમએફ વડાએ ચેતવણી આપી છે કે 2019 અને 2020 માટે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એક જટિલ સિૃથતિ રજૂ કરે છે. જ્યોર્જિએવાએ જણાવ્યું છે કે અમેરિકા, જાપાન  જેવા વિકસિત દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી ગઇ છે.

યુરોપમાં પણ આવી જ સ્થિતિ છે. બીજી તરફ ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં ચાલુ વર્ષે આર્થિક મંદી વધુ જોવા મળી રહી છે. ચીનનું અર્થતંત્ર પણ મંદી તરફ ધકેલાઇ ગયું છે.

આવી સ્થિતિમાં એ દેશોને વધુ મુશ્કેલી પડશે કે જે અગાઉથી જ મંદીમાં સપડાયેલા છે. આઇએમએફના નવા મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું છે કે ચાલુ વર્ષનો આર્થિક વિકાસ છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછો રહેશે.

આ કપરી પરિસ્થિતિમાં પણ 40 ઉભરતા દેશોનો જીડીપી પાંચ ટકાથી વધુ રહેવાનો અંદાજ છે. જેમાં સબ સહારા આફ્રિકાના 19 દેશો પણ સામેલ છે. જો અમેરિકા અને જર્મનીમાં બેકારી ઐતિહાસિક નીચલા સ્તરે છે.

ઉલ્લેખનીય છે કે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ભારતના જીડીપીનો અંદાજ 6.9 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો છે. તેમણે વિશ્વના દેશોને સલાહ આપી છે કે તેઓ નાણાકીય નીતિનો ચતુરાઇપૂર્વક ઉપયોગ કરી નાણાકીય સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરે.

આઇએમએફના નવા સંશોધનનો ઉલ્લેખ કરતા ક્રિસ્ટાલિનાએ જણાવ્યું છે કે માળખાગત સુધારાઓથી ઉત્પાદન વધારી શકાય છે અને આર્થિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: