પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનો ભાઈ નીકળ્યો, 400 કરોડની બેનામી સંપત્તિનો માલિક, જાણો વિગતે

TrishulNews.com
Loading...

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે. આવકવેરા વિભાગે માયાવતીના ભાઈ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદકુમાર અને ભાભી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માયાવતીના ભાઈ અને તેમની પત્નીનો બેનામી સાત એકર પ્લોટ જપ્ત કર્યો છે. આ પ્લોટની કિંમત 400 કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. આવકવેરા વિભાગના દિલ્હી સ્થિત બીપીયુએ આ અંગે 16 જુલાઈએ આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ બેનામી સંપત્તિ ટ્રાન્ઝેક્શન પ્રતિષેધ એક્ટ 1988ની સેક્શન 24(3) હેઠળ બહાર પડાયો હતો.

આવકવેરા વિભાગે આ કાર્યવાહી નોઈડામાં કરી છે. કહેવાય છે કે માયાવતીના ભાઈ આનંદકુમાર અને તેમની ભાભી વિચિત્ર લતાના બેનામી પ્લોટને જપ્ત કરાયો છે. આ કાર્યવાહી માયાવતી માટે પરેશાની બની શકે છે. માયાવતીએ હાલમાં જ પોતાના ભાઈ આનંદકુમારને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યાં હતાં.


Loading...

માયાવતીના ભાઈ આનંદકુમાર એક સમયે નોઈડા ઓથોરિટીમાં મામૂલી ક્લર્ક હતાં. માયાવતીના સત્તામાં આવ્યાં બાદ આનંદકુમારની સંપત્તિ અચાનક વધી. તેમના ઉપર બનાવટી કંપની ઊભી કરીને કરોડો રૂપિયા લોન લેવાનો આરોપ પણ લાગ્યો હતો. કહેવાય છે કે તેમણે પહેલા એક કંપની બનાવી હતી. 2007માં માયાવતીની સરકાર આવ્યાં બાદ આનંદકુમારે એક પછી એક સતત 49 કંપનીઓ ખોલી. જોત જોતામાં તો 2014માં તેઓ 1316 કરોડની સંપત્તિના માલિક બની ગયાં.

trishulnews.com ads

આનંદકુમાર પર રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને કરોડો રૂપિયા નફો કરવાનો પણ આરોપ છે. આ મામલે આવકવેરા વિભાગ તેમના વિરુદ્ધ તપાસ કરી રહ્યું હતું. આવકવેરા વિભાગની સાથે સાથે ઈડી પણ તપાસ ચલાવી રહ્યું છે.

અત્રે જણાવવાનું કે આનંદકુમાર નવેમ્બર 2016માં નોટબંધી દરમિયાન ચર્ચામાં આવ્યાં હતાં. તેમના ખાતામાં અચાનક 1.43 કરોડ  રૂપિયા જમા થયા હતાં. આટલી મોટી રકમ તેમના ખાતામાં આવ્યાં બાદથી તેઓ ફરી એકવાર તપાસ એજન્સીઓની નજરમાં આવી ગયાં હતાં. તપાસ એજન્સીઓ અગાઉ પણ આનંદના ઘર અને ઓફિસો પર દરોડા મારી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...