સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ દિલબર ડાન્સ, જોઈ ને તમે પણ કહેશો વાહ

Published on: 7:29 am, Sun, 28 October 18

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયુ છે, જેની સાથે દરેક વ્યક્તિ જોડાવા માંગે છે. કેમ કે, તે પોતાનું ટેલેન્ટ બતાવવાનું પ્લેટફોર્મ બની ગયું છે. આજના યુવાનો વચ્ચે દિલબર ગીતનો ક્રેઝ

વધી ગયો છે. બાજપેયીની ફિલ્મ સત્યમેવ જયતેનું એક ગીત ‘દિલબર’ રિલીઝ થતા જ પોપ્યુલર થઈ ગયું છે. સિંગર નેહા કક્કડના અવાજમાં આ રીમિક્સ ગીતને બહુ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

એવામાં તેના પર બની રહેલા ડાન્સ વીડિયો પણ એકથી એક ચડિયાતા હોય છે. અનેક લોકો સોંગ પર ડાન્સ કરીને પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં છે.

હાલ ઈન્ટરનેટ પર આ ગીતનો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીપા લેંગર આ સોંગમાં ડાંસ કરી રહી છે, જેનો ડાન્સ લોકોને ખુબ ગમ્યો છે.

યુટ્યુબ પર DeepaDance દ્વારા અપલોડ કરાયેલ આ વીડિયોને અત્યાર સુધી લાખોથી વધુ લોકોએ જોયો છે. દીપા ડાન્સર હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.

આવામાં તેનો આ નવા ગીતનો વીડિયો જોઈ લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. સાથે જ દીપાએ પોતાના ડાન્સના વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.