નેતા હોય તો શું થયું, દંડ તો ભરવો જ પડશે! જાણો કેમ કોર્ટના જજે ફડાવ્યો ભાજપના નેતાને મેમો

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) કોર્પોરેશન સંકુલમાં પાર્કિંગ(Corporation complex parking) કરવું એટલે એક પ્રકારનો માથાનો દુ:ખાવા સમાન જેવી સમસ્યા છે, તેમાં પણ નવા ચૂંટાયેલા નગર સેવક અને રાજકીય…

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) કોર્પોરેશન સંકુલમાં પાર્કિંગ(Corporation complex parking) કરવું એટલે એક પ્રકારનો માથાનો દુ:ખાવા સમાન જેવી સમસ્યા છે, તેમાં પણ નવા ચૂંટાયેલા નગર સેવક અને રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા તેમનું કાઈ પણ સાંભળવામાં આવતું નથી.

ત્યારે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટરને ખોટી રીતે ગાડી પાર્ક કરવા બદલ 500 રૂપિયાનો ભરવો પડ્યો હતો. મળતી વિગતો અનુસાર, નેતા દ્વારા ગ્રાહકકોર્ટના જજની ગાડી આગળ જ તેની ગાડી મુકી દેવામાં આવી હતી. જેને લીધે જજ દ્વારા પોલીસને ફોન કરીને 500 રૂપિયાના દંડ કરાવડાવ્યો હતો. જણાવી દઈએ કે, ગાંધીનગર કોર્પોરેશનના બિલ્ડિંગમાં જ ગ્રાહકકોર્ટ આવેલી છે. સોમવારના રોજ સાંજે ગ્રાહક સુરક્ષા કોર્ટના જજ સોની  ઘરે જવા માટે નીકળ્યા હતા.

આ સમય દરમિયાન તેઓની ગાડીની આગળ જ એક અલ્ટો કાર પડેલી જોવા મળી હતી. જેને પગલે તેઓની ગાડી નીકળી શકે તેમ ન હોવાને કારણે તેઓએ આ અંગે સે-7 પોલીસને ફોન કરતાં પોલીસ ટોઈંગ વાન સાથે સ્થળ પર આવી પહોંચી હતી.

પોલીસ આવ્યા બાદ તેમના દ્વારા પહેલાં માઈક પર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. આમ છતાં કોઈ ન આવવાને કારણે ગાડી ટોઈંગ કરાઈને સાઈડમાં લઇ લેવામાં આવી હતી. આ સમયે પૂર્વ કોર્પોરેટર અને ગાંધીનગર ભાજપના નેતા સુરેશ મહેતા ત્યાં આવી પહોચ્યા આવ્યા હતા. જજ દ્વારા તેઓને દંડ કરાવવાની વાત કરવામાં આવતા સમગ્ર ઘટના કોર્પોરેશનના એક પદાધિકારી પાસે પહોંચી ગઈ હતી. સાથે જ તેઓએ જજને ફોન કરીને માફી માંગી હતી પરંતુ જજ સોની ખોટી રીતે પાર્ક કરવામાં આવેલ ગાડી માટે દંડ કરાવવા મક્કમ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *