ઉત્તરાયણ પર વાયરલ થઇ રહેલ આ પતંગે સોશિયલ મીડિયા કર્યું ગાંડુ- લખાણ વાંચીને હસી હસીને ગોટો વળી જશો

ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર લોકોએ ખુબ જ ધામધુમથી ઉજવ્યો. પવનની સાથે પતંગ એટલે મજા કાઈ અલગ જ હોય છે. બે દિવસ દરમિયાન પતંગ રસીયાઓને પવન હોવાને…

ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર લોકોએ ખુબ જ ધામધુમથી ઉજવ્યો. પવનની સાથે પતંગ એટલે મજા કાઈ અલગ જ હોય છે. બે દિવસ દરમિયાન પતંગ રસીયાઓને પવન હોવાને કારણે ખુબ જ મોજ પડી ગઈ હતી. ત્યારે આ ઉત્તરાયણ દરમિયાન કેટલાય લોકો તો એવા છે કે, જેની મોજ જ કઈક અલગ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણને લીધે ઘણા રમુજી મેસેજ સોશિયલ મીડિયા(Social media) મારફતે વાયરલ(Viral photo) થતા રહેતા હોય છે.

ત્યારે આ મકરસંક્રાતિના પર્વ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી લખાણ વાળા પતંગના ફોટો ધૂમ મચાવી રહ્યા હતા. ત્યારે આવો જ એક મજેદાર ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો હતો. જેને જોઇને લોકો મોજમાં આવી ગયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ ફોટોમાં એક વ્યક્તિના બાયોડેટા લખવામાં આવેલ છે. પતંગ પર લખવામાં આવેલ આ લખાણમાં જે તે વ્યક્તિનું નામ અને તેના વિશેની તમામ માહિતી લખવામાં આવેલ છે. જેમાં સૌ પ્રથમ તો તે વ્યક્તિનું નામ લખેલું છે અને શું કામ કરે છે અને કેટલો પગાર છે તેના વિશે લખાણ લખવામાં આવ્યું છે.

સાથે જ આ પતંગ પર પોતાની પાસે જેટલી સંપતી છે તેમનો પણ ઉલ્લેખ કરેલો જોવા મળે છે. વધુમાં આ વ્યકિત પોતાની ઉંમર 22 જણાવી રહ્યો છે. માત્ર આટલું જ નહિ સાથે પોતાના ગામનું નામ પણ લાઠી જણાવી રહ્યો છે અને સાથે સાથે આ પતંગ પર પોતાનો મોબાઈલ નંબર પણ લખેલો છે. જેથી કોઈ છોકરી ધ્યાનમાં હોય તો તેને ફોન કરી શકે.

હાલમાં આ પ્રકારના ઘણા પતંગમાં ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયામાં ખુબ જ ધુમ મચાવી રહ્યા છે. જેને કારણે લોકો પણ આ પ્રકારના રમુજી મેસેજને કારણે ખુશ જોવા મળે છે. સાથે અન્ય કેટલાય રમુજી મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે, જે વાંચીને લોકો હસી હસીને ગોટો વળી જતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *