બોટાદવાસીઓની વેદના સત્તા પક્ષના નેતાઓ મુખ્યમંત્રીને ના પહોંચાડી શક્યા પણ વિપક્ષના નેતા પહોંચાડી દીધી, જાણો મુખ્યમંત્રીએ શું જવાબ આપ્યો

ગુજરાત(Gujarat): બોટાદ(Botad)ની પ્રગતિ અને વિકાસ માટે બોટાદની જનતા માટે પાયાના પ્રશ્નોનું કાયમી નિવારણ ખુબ જરુરી છે, આજે ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી ખુબ બોટાદની…

ગુજરાત(Gujarat): બોટાદ(Botad)ની પ્રગતિ અને વિકાસ માટે બોટાદની જનતા માટે પાયાના પ્રશ્નોનું કાયમી નિવારણ ખુબ જરુરી છે, આજે ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી ખુબ બોટાદની જનતા પરેશાન છે, બોટાદને રાજ્યમાં નવા જીલ્લા તરીકે માન્યતા મળ્યા પછી કોઇ ખાસ સરકારી માળખાગત સુવિધા તો ન મળી પરંતુ બોટાદની જનતા પાયાની અને મુળભુત સુવિધાથી વંચિત થતી જાય છે આ અંગે કોંગ્રેસ(Congress)ના પ્રવક્તા મનહર પટેલ(Manhar Patel) દ્વારા મુખ્યમંત્રી(Bhupendra patel)ને આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ટ્રાફિક અને ટ્રાફિક થકી ગંદકી બોટાદનો મુખ્ય પ્રશ્ન છે તેના નિવારણ માટે રીંગ રોડ બનાવવામાં આવે સાથે જ બોટાદ શહેરને બહારના ટ્રાફિક પ્રદુષણ અને ઘસારાથી બચાવવા અને બોટાદને સુંદર-સ્વચ્છ અને રળિયામણું રાખવા શહેર ફરતી સડક આશીર્વાદ સમાન બની રહેશે તેવું પણ જણાવતા કહ્યું છે.

વધુ ઉમેરતા કહ્યું છે કે, આરોગ્ય વિષયક બાબતે બોટાદની જનતા ખુબ પરેશાન છે માટે શક્ય તેટલી વહેલી તકે નવી હોસ્પિટલનું કામ શરુ કરવામાં આવે અને તે ન થાય ત્યાં સુધી હાલની સોનાવાલા હોસ્પિટલમાં તમામ ડોકટરની સેવા હાજરી ઉપલબ્ધ રહે અને ખાસ સ્ત્રી રોગ નિષ્ણાત ડોકટરની કાયમી અને ફુલ ટાઇમ નિમણુક કરવામાં આવે.

સાથે કહ્યું છે કે, બોટાદ શહેરના પુર્ણ વિકાસ માટે બોટાદ વિસ્તાર વિકાસ સતા મંડળ” ની રચના કરવામાં આવે.બોટાદ નગરના રહીશો માટે પીવાના પાણીનો કાયમી પ્રશ્ન છે તેને ઉકેલવા માટે માસ્ટર પ્લાન કરવામાં આવે. “નલ સે જલ” યોજના થી બોટાદની જનતા સંપુર્ણ વંચિત છે.   બોટાદ શહેરમાં પસાર થતી ગોમાં નદીમાં ઠલવાતા ગંદા પાણીથી છેલ્લા ૨૫ વર્ષથી બોટાદના પ્રવેશ ભાગે જ કાયમી ભયંકર ગંદકી રહે છે. આ ગંદકીના કાયમી ઉકેલ માટે જરુરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે. ગેરકાયદેસર બાંધકામ, રોડના નબળા કામો અને શહેરની સફાઈ જેવા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લાપરવાહી બહાર આવી છે તેના પર કડક હાથે કામ લેવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી છે.

સાથે જ કહ્યું છે કે, આ ઉપરાંત બોટાદમાં અગ્નિ શામક સાધનો વગર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ, બોટાદ જીલ્લામાં નર્મદાની UGPની કેનાલોની નબળી કામગીરી,ખાનગી કંપનીઓ દ્વારા ચાલતા મોબાઈલ પશુ દવાખાનાની અનેક ફરિયાદો જેવી અનેક મુશ્કેલીઓ બોટાદની આમ જનતા વહન કરી રહી છે, અને બોટાદમા રમત – ગમત સંકુલ તેમજ બાગ – બગીચાની કોઇ ઉપલબ્ધી નથી.

આ મુલાકાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના બંગલે યોજાઇ હતી જ્યાં બોટાદ વાસીઓને સમસ્યાઓ અને વિસ્તારે રજૂઆત કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સકારાત્મક અભિગમ દાખવીને આ બાબતે કામગીરી કરવામાં આવશે તેવી વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *