ડ્રાઇવિંગ સીટ પર બેસાડી ૪૭ લાખની કાર સાથે દાટવામાં આવ્યો આ નેતાને

દરેક ધર્મમાં અલગ અલગ અંતિમ સંસ્કારના રીતિરિવાજો છે. પરંતુ મરનાર વ્યક્તિની છેલ્લી ઈચ્છા પરિવાર માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. માનવામાં આવે છે કે તેનાથી તે…

દરેક ધર્મમાં અલગ અલગ અંતિમ સંસ્કારના રીતિરિવાજો છે. પરંતુ મરનાર વ્યક્તિની છેલ્લી ઈચ્છા પરિવાર માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. માનવામાં આવે છે કે તેનાથી તે વ્યક્તિને આત્માને શાંતિ મળે છે.આ બચ્ચે દક્ષિણ આફ્રિકાથી એક અનોખો મામલો સામે આવ્યો છે જ્યાં એક નેતાને તાબુતની જગ્યાએ તેની મનપસંદ કારમાં દફનાવવામાં આવ્યો.

આ મામલો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નો છે. જ્યાં યુનાઇટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા શેકડે નું મૃત્યુ થઈ ગયું. જેના બાદ તેની અંતિમ ઇચ્છા અનુસાર તાબુતની જગ્યાએ તેની મનપસંદ કાર મરસીડીસ માં દફનાવવામાં આવ્યો.

દફનાવતી વખતે નેતા શેકડેને ડ્રાઇવિંગ સીટ પર બેસાડવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના હાથ સ્ટિયરિંગ પર રાખવામાં આવ્યા.તેમજ મૃતક નેતા ની દીકરી નું કહેવું હતું કે પિતાજી ની આ મનપસંદ કાર હતી. તેમને આકાર ખુબ પસંદ હતી. તેમણે આકાર લગભગ ૪૭ લાખ રૂપિયામાં ખરીદી હતી.

તેમની દીકરીએ જણાવ્યું કે તેમના પિતા અમીર વ્યવસાય હતા. એ સમયે એમની પાસે ઘણી બધી મર્સિડીઝ કાર હતી.પરંતુ કેટલાક સમય બાદ વેપારમાં મોટું નુકસાન આવ્યું અને તમામ કાર વેચાઈ ગઈ.જેના બાદ તેમણે સેકન્ડહેન્ડ મર્સિડીઝ બેન્ઝ ખરીદી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં આ વખતે lockdown લગાવેલું છે પરંતુ તેમ છતાં ઘણા લોકો આ અનોખા અંતિમ સંસ્કારને જોવા માટે એકઠા થયા હતા. આ અંતિમ સંસ્કારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *