દર વર્ષે વધે છે આ શિવલિંગની લંબાઈ, અનેક વૈજ્ઞાનિકો આવ્યા પરંતુ… -જાણો ચોંકવનારૂ કારણ

Published on: 2:39 pm, Wed, 21 July 21

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં શિવલિંગની લંબાઈ દર વર્ષે વધે છે. મતંગેશ્વર મંદિરમાં સ્થિત શિવલિંગ જીવંત હોવાનું મનાય છે. લોકોના મતે દુનિયામાં આ એક માત્ર શિવલિંગ છે જેનું કદ સતત વધી રહ્યું છે. આ શિવલિંગની લંબાઈ 9 ફૂટથી વધુ થઈ ગઈ છે. દૂર-દૂરથી લોકો આ ચમત્કારિક શિવલિંગને જોવા માટે આવી રહ્યા છે. મંદિરના પુજારી અનુસાર, દર વર્ષે આ શિવલિંગનું કદ વધે છે. જો પૂજારીઓની વાત માનીએ તો શિવલિંગ દર વર્ષે 1 ઇંચ ઊંચે વધે છે.

અહીંના સ્થાનિક લોકો એમ પણ કહે છે કે, સદીઓથી આ શિવલિંગનું કદ વધી રહ્યું છે. તેમણે પોતાની આંખોથી આ શિવલિંગનું કદ વધતું જોયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ શિવલિંગ પહેલા નાની હતી. પરંતુ, દર વર્ષે તેનું કદ એવી રીતે વધ્યું કે હવે તે 9 ફૂટની થઈ ગઈ છે.

ધરતી હેઠળ સમાઈ છે:
આ ઉપરાંત, આ શિવલિંગ સાથે ઘણી વિશેષતાઓ જોડાયેલી છે. આ શિવલિંગ જેટલી પૃથ્વીની ઉપર છે, તે પૃથ્વીની નીચે પણ સમાયેલ છે. શિવલિંગ સાથે અનેક કહાનીઓ પણ જોડાયેલી છે. સ્થાનિક લોકોના મતે, જે દિવસે શિવલિંગ વધશે તેમ પાતાળ લોકને સ્પર્શ કરશે. આ દુનિયા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. તે દિવસે દુનિયાનો અંત નિશ્ચિત છે.

શિવલિંગ સાથે જોડાયેલ કહાની:
જાણવા મળ્યું છે કે, આ જીવંત શિવલિંગનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ દ્વારા યુધિષ્ઠિરને એક ચમત્કારિક રત્ન આપવામાં આવ્યો હતો. જે યુધિષ્ઠિરે માતંગ ઋષિને આપ્યું હતું. કોઈક રીતે આ રત્ન રાજા હર્ષવર્મન પાસે આવ્યો હતો. રાજાએ આ રત્નને જમીનની નીચે દફનાવી દીધો હતો.

દંતકથા અનુસાર, આ રત્નને જમીનમાં દફનાવવામાં આવ્યા પછી, તેનું કદ વધવાનું શરૂ થયું અને તેણે શિવલિંગનું સ્વરૂપ લઈ લીધું. માતંગેશ્વર મંદિરમાં સ્થિત, આ શિવલિંગ રત્નમાંથી બનાવવામાં આવી છે. આ મંદિર ચાંદેલ વંશના રાજાઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના છત્રપુર, ખજુરાહોમાં સ્થિત માતંગેશ્વર મંદિર, ચાંદેલ વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

આ મંદિર 9મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. માતંગેશ્વર મંદિર 35 ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલ છે. આ ઉપરાંત, મંદિરનું ગર્ભગૃહ પણ ખૂબ જ સુંદર છે. માતંગેશ્વર મંદિર લગભગ 900 થી 925 ની આસપાસનું માનવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય અન્ય ખજુરાહો મંદિરોથી જુદી છે અને મંદિરના થાંભલા અને દિવાલોમાં અન્ય ખજુરાહો મંદિરોની જેમ શૃંગારિક શિલ્પો નથી.

વૈજ્ઞાનિકોને કાંઈ મળ્યું નહીં:
આ શિવલિંગનું કદ કેવી રીતે વધી રહ્યું છે. આ અંગે અનેક પ્રકારનાં સંશોધન પણ કરવામાં આવ્યાં હતાં. પરંતુ, વૈજ્ઞાનિકોને કઈ મળ્યું નહીં. વિજ્ઞાનીઓ દ્વારા આ શિવલિંગનું રહસ્ય શોધવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ, નિષ્ફળ થયું અને આજ સુધી કોઈ શિવલિંગના વધવાનું કારણ જાણવા માટે સક્ષમ નથી.

ક્યારે જવું:
જણાવી દઈએ કે, માતંગેશ્વર મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો છે. આ સમયે વિશ્વભરના લોકો આ મંદિરમાં આવે છે અને ભગવાનના દર્શન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.