મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથે પ્રેમ કરવો પડી રહ્યો છે ભારે- જીવતે જીવ મળી રહી છે આવી સજા

Published on: 4:46 pm, Wed, 11 May 22

બોલીવુડની રૂપસુંદરી અને લાખો લોકોના દિલને ઘાયલ કરી નાખનાર મલાઈકા અરોરા ફરી એક વાર ચર્ચામાં આવી છે. અ વખતે મલાઈકા પોતાના આઈટમ સોંગ કે ફિલ્મથી લઈને નહિ પરંતુ પોતાની રીલેશનશીપને લઈને ફરી એક વાર ચર્ચામાં આવી છે. મલાઈકા અને અર્જુનની લાવ સ્ટોરી વિષે આજકાલ સૌં કોઈ જાણે છે. અને બોલીવુડના આ એકજ માત્ર કપલે જાહેરમાં પોતાની રીલેશનશીપ બતાડવામાં સંકોચ નથી અનુભવ્યો.

મલાઈકા અને અર્જુન ઘણીવાર જુદા જુદા પ્રકારની ઇવેન્ટ્સમાં તેમજ બોલીવુડની પાર્ટીઓ અને ફંકશનમાં સાથેજ જોવા મળે છે.સૌ કોઈ જાણે છે કે મલાઈકા અને અર્જુન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે જે વાત જગજાહેર છે. તમને એક રસપ્રદ વાત જણાવીએ કે, મલાઈકા સલમાનની એક્સ ભાભી છે. અને બોલીવુડના આ પ્રખ્યાત પ્રેમી પંખીડા તમને જાહેરમાં હાથમાં હાથ નાખીને ફરતા પણ ઘણી વાર જોવા મળશે.

બોલીવુડની આ જોડીના ચાહકો હવે ધીરજ ખોઈ બેસ્યા છે. અને આ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેઓ જાણવા ઉત્સુક છે કે, આ બંને ક્યારે લગ્ન કરશે. સુત્રોની વાત માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે એટલે કે, 2022ના અંત સુધીમાં લગ્નના ફેરા ફરી લેશે. સૌથી આશ્ચર્ય જનક વાત તો એ છે કે બનેની ઉંમરમાં પણ ઘણો તફાવત છે.

મલાઈકા અને અર્જુન વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે. મલાઈકા અર્જુન કરતા 12 વર્ષ મોટી છે, જેના કારણે બંનેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવે છે. મલાઈકાને ટ્રોલ કરનાર કહે છે કે,  “વૃદ્ધ મહિલાને પ્રેમનો તાવ આવ્યો છે”, તો બીજી તરફ અર્જુનને કહે છે કે, “તેને તેની માતાની ઉંમરની છોકરી સાથે પ્રેમ કરવામાં શરમ નથી આવતી” આમ મલાઈકા અને અર્જુન કપૂર ઘણી વાર ટ્રોલનો ભોગ બન્યા છે.

મલાઈકાએ એક ઈવેન્ટ્સ દરમિયાન પોતાની ચુપ્પી તોડી હતી અને ટ્રોલ કરનારને મુહતોડ જવાબ પણ આપ્યો હતો અને મલાઈકાના જવાબથી હવે ટ્રોલ કરનારા ચુપ થઇ ગયા છે. મલાઈકાએ ગુસ્સે થઈને જણાવ્યું હતું કે,જ્યારે કોઈ સંબંધ તૂટે છે ત્યારે દરેકને બીજો સંબંધ બનાવવાનો અધિકાર છે, મને પણ ખુશ રહેવાનો અધિકાર છે. તેનો સમાજ યુવાન છોકરા સાથે સંબંધ બાંધવા માટે સ્ત્રીને ટોણા મારવામાં પાછીપાની કરતો નથી અને જો કોઈ પુરુષ આવું કરે તો તેને કોઈ કશું કહેતું નથી, તે ખોટું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.