ડોક્ટરોએ મૃત જાહેર કરેલો વ્યક્તિ અચાનક ચિતા પરથી બેઠો થઇ ગયો અને ચારેતરફ સ્મશાનમાં મચી ગઈ અફરાતફરી- સમગ્ર ઘટના જાણી…

Published on Trishul News at 7:18 PM, Fri, 14 May 2021

Last modified on May 14th, 2021 at 7:18 PM

આશ્ચર્યજનક ઘટનાઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે.હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.  હાલમાં એક આશ્ચર્યજનક ઘટના મધ્યપ્રદેશના અશોકનગર માંથી સામે આવી છે. અશોકનગર જિલ્લામાં ગુરુવારના રોજ એટલે કે 13 મેના રોજ સ્મશાન ગૃહમાં એવી ઘટના બની કે, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટના જાણે એમ છે કે, અચાનક એક મડદું સ્મશાન ગૃહમાં બેઠું થઈ ગયું હતું અને અવાજ કરવા લાગ્યું. ત્યારબાદ પરિવારના લોકોએ ડૉક્ટર તથા એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.

બીમારીના કારણે અનિલ જૈન નામના યુવકને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, પરિવાર આ વાત માનવા તૈયાર નહોતો. તેઓ જિલ્લા હોસ્પિટલ ગયા અને ત્યાં તપાસ થયા બાદ તેને પણ મૃત જાહેર કર્યો હતો. બનાવની વિગત એવી છે કે અનિલ જૈન નામના યુવકની તબિયત ખરાબ હતી. તેને જિલ્લાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. 15 દિવસથી તે હોસ્પિટલમા હતો.

મૃતકના ભાઈએ કહ્યું હતું કે, તેને કોરોના હતો. ડૉક્ટરે 13 મેના રોજ સવારે તેના ભાઈને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેઓ ભાઈની લાશને સ્મશાન લઈને આવ્યા ત્યારે ચિતા પર તેના શરીરમાં કંઈક હલચલ થઈ અને ઓમ ઓમનો અવાજ આવ્યા બાદ તે ઊભો થઈ ગયો હતો.

ત્યારબાદ ડૉક્ટરની ટીમ આવી હતી અને તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે જિલ્લા હોસ્પિટલે અનિલ જૈન જીવતો હતો અને મૃત જાહેર કર્યો હતો. પરિવારે બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે. તો સિવિલ સર્જને કહ્યું હતું કે આ વાત ખોટી છે કે તે જીવતો હતો. મૃતકની સ્મશાન લઈ ગયા બાદ પણ તપાસ કરવામાં આવી હતી. તે મૃત જ હતો. પરિવારના તમામ આક્ષેપો ખોટા છે.

ડોક્ટરો જણાવે છે કે, આવું માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારના કારણે શરીરના સ્નાયુઓમાં કેટલીક વખત સખ્તાય આવે એટલે આવી ઘટના બને છે. દરેક વ્યક્તિના મૃત્યુ બાદ મૃતકના શરીરમા આ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી હોય છે. જેને રિગોર મોર્ટિસ કહેવામાં આવે છે. રિગોર મોર્ટિસ એ પોસ્ટમોર્ટમ પરિવર્તન છે. જેના પરિણામે તેમના માયોફિબ્રીલ્સમાં રાસાયણિક ફેરફારોને કારણે શરીરના સ્નાયુઓ સખ્તાયમાં આવે છે. રિગોર મોર્ટિસ મૃત્યુ પછીના સમયનો અંદાજ કાઢવામાં તેમજ મૃતદેહને મૃત્યુ પછી ખસેડવામાં આવ્યો છે કે કેમ તે શોધવા માટે મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ડોક્ટરોએ મૃત જાહેર કરેલો વ્યક્તિ અચાનક ચિતા પરથી બેઠો થઇ ગયો અને ચારેતરફ સ્મશાનમાં મચી ગઈ અફરાતફરી- સમગ્ર ઘટના જાણી…"

Leave a comment

Your email address will not be published.


*