આ સંસદ સભ્યએ કોઈ ના કરી શકે તેવું કામ કર્યું, ચાટ્યા પોલીસ કર્મીના બુટ: જાણો કેમ?

રાજકારણમાં ક્યારે શું થઈ જાય કઈ કહી શકાતુ નથી. વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સાંસદ ગોરંતલા માધવે તેલુગુ દેશમ પાર્ટીનાં નેતા જે.સી. દિવાકર રેડ્ડી દ્વારા કરાયેલી કથિત…

રાજકારણમાં ક્યારે શું થઈ જાય કઈ કહી શકાતુ નથી. વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સાંસદ ગોરંતલા માધવે તેલુગુ દેશમ પાર્ટીનાં નેતા જે.સી. દિવાકર રેડ્ડી દ્વારા કરાયેલી કથિત ટિપ્પણીનો વિરોધ દર્શાવવા માટે શહીદ પોલીસકર્મીનાં જૂતા ચૂમ્યા અને તેને સાફ પણ કર્યા હતા. માધવનો બુટને ચૂમતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સાંસદ સીટ પરથી રાજીનામું આપવા પણ તૈયાર ગોરંતલા માધવ

આંધ્ર પ્રદેશનાં અનંતપુર જીલ્લામાં હિંદુપુર સંસદીય ક્ષેત્રમાંથી સાંસદ માધવે એવી પણ જાહેરાત કરી હતી કે, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અનુમતિ આપશે તો ટીડીપી નેતાને સબક શીખવાડવા માટે પોતાની સાંસદ સીટ પરથી રાજીનામું પણ આપી દઈશ. તેની સાથે જ તેઓ પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે.

પોલીસવાળા આપે છે જીવનનું બલિદાન

માધવે કહ્યુકે, મે દિવાકર રેડ્ડીની સામે વિરોધ પ્રદર્શન નોંધાવવા માટે અનંતપુરમાં શહીદ થયેલાં એક પોલીસકર્મીનાં જૂતા સાફ કર્યા અને ચૂમ્યા હતા. પોલીસવાળાઓ લોકોના જીવ બચાવવા માટે અને દેશની રક્ષા કરવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપે છે. એટલા માટે પોલીસવાળાનું અપમાન કરવું ઉચિત નથી.

દિવાકર રેડ્ડી
આવો છે આખો મામલો

હકીકતમાં આખો મામલો બુધવારે શરૂ થયો હતો. રેડ્ડીએ બુધવારે અનંતપુરમાં પાર્ટીની એક બેઠકમાં નિવેદન આપ્યુ હતુ. રેડ્ડીએ કહ્યુ હતુકે, ટીડીપી ફરીથી સત્તામાં આવવા પર પોલીસવાળાઓએ પોતાના જૂતા ચાટવા પડશે. અનંતપુર જીલ્લાનાં પોલીસ અધિકારીઓનાં સંઘે તેમને કોઈ પણ શરત વગર માફી માગવા માટે કહ્યુ હતુ. જો તે એવું નહી કરે તો તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *