કોરોના રસી લીધેલા લોકોમાં મૃત્યુ પામવાનું જોખમ કેટલું? આરોગ્ય મંત્રાલયે કર્યો ચોંકાવનારો ખુલાસો

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો વેક્સીન લઇ રહ્યા છે. ત્યારે શું તમને ખબર છે કોરોના વાયરસની વેક્સીન કેટલું રક્ષણ પૂરું પાડે છે ચાલો અમે તમને જણાવીએ.

કોરોના વાયરસ રસી મૃત્યુથી કેટલું રક્ષણ પૂરું પાડે છે તેના પર આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ, જેના ડેટા દર્શાવે છે કે ભારતમાં કોરોનાને કારણે મૃત્યુને રોકવામાં રસીની પ્રથમ માત્રા 96.6 ટકા અસરકારક છે. તે જ સમયે, બીજી ડોઝ લીધા પછી, મૃત્યુ સામે 97.5 ટકા રક્ષણ છે. કોવિડ -19 રસીની અસર અંગે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં એક ટ્રેકર પણ લોન્ચ કરવામાં આવનાર છે, જે રસીની અસર જાણી શકશે.

ટ્રેકર માટેનો ડેટા સરકારના તમામ મુખ્ય COVID-19 રસી સંસાધનોમાંથી એકત્ર કરવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં એક ટ્રેકર ઉપલબ્ધ કરાવાશે જે રસી તમને કેવી રીતે અસર કરે છે તે શોધવામાં મદદ કરશે.

આ કોવિડ વેક્સીન ટ્રેકર નેશનલ હેલ્થ મિશન કોવિન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ઇન્ડિયા પોર્ટલ અને ICMR ટેસ્ટિંગ ડેટાબેઝના ડેટાનું વિશ્લેષણ કરશે. ICMR ના મહાનિર્દેશકે કહ્યું કે ટૂંક સમયમાં આ રસી આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

બલરામ ભાર્ગવે પોતાના એકત્રિત કરેલા ડેટાને બહાર પાડતા કહ્યું કે, “કોરોનાનો પ્રથમ ડોઝ વાયરસને કારણે મૃત્યુને રોકવામાં 96.6 ટકા અસરકારક છે, જ્યારે રસીના બંને ડોઝ લીધા પછી, મૃત્યુને હરાવવાની અસરકારકતા 97.5 ટકા થઈ જાય છે. તમામ ઉંમરના, પછી ભલે તેઓ 60 વર્ષથી ઉપર હોય અથવા 45 વર્ષથી ઓછા હોય.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *