ગરીબ ખેડૂત રોડ પર કેરી વેચી રહ્યો હતો- ટોળું આવ્યું અને લુટી ગયું હજારોની કેરી- જુઓ વિડીયો

દિલ્હીમાં એક કેરી વેચનાર ગરીબ ને 30 હજાર રૂપિયાની કેરીઓ ટોળાએ લુટી જઈને ગરીબના પેટ પર પાટું આવ્યું છે. ઘટનાની વાત કરીએ તો ઉતરી દિલ્હીના…

દિલ્હીમાં એક કેરી વેચનાર ગરીબ ને 30 હજાર રૂપિયાની કેરીઓ ટોળાએ લુટી જઈને ગરીબના પેટ પર પાટું આવ્યું છે. ઘટનાની વાત કરીએ તો ઉતરી દિલ્હીના જગતપૂરી વિસ્તારમાં એક શાળા નજીક અમુક લોકો ઝઘડો કરી રહ્યા હતા. ઝઘડો કરતા કરતા આ લોકો આ કેરી વેચનાર ના સ્ટોલ પાસે આવ્યા. અને તેના સામાન્ય સાઈડ પર લેવાનું અમુક લોકોએ કહ્યું આ વ્યક્તિ પોતાનો સામાન સાઈડમાં લે તે પહેલાં જ ટોળાએ લાભ ઉઠાવીને તેનો તમામ સામાન ઉપાડી ગયા અને હાથમાં જેટલી આવે એટલી કેરી લઇને ભાગવા લાગ્યા.

દિલ્હીના જગતપુરી વિસ્તારમાં એક લારીવાળાએ થોડી મિનિટો માટે પોતાની કેરીઓ રેઢી મૂકી કે તરત જ લોકોએ રીતસરની લૂંટ ચલાવી. રસ્તે પસાર થતાં અમુક લોકોએ તો વાહન ઊભું રાખીને હેલ્મેટમાં પણ કેરીઓ ભરીને લૂંટી લીધી હતી. કોઈ કશું કરે તે પહેલાં જ લોકોએ ત્રીસ હજાર રૂપિયાની કિંમતના કેરીના 15 ક્રેટ ખાલી કરી નાખ્યા હતા. શરમ, માણસાઇ અને સોશિયલ ડિસ્ટન્સિંગને પણ નેવે મૂકતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ફળ વેચનાર છોટે એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ફળ વેચનાર છોટે એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *