મોદી સરકાર લાવી છે નવી સ્કીમ, મળશે 1 કરોડ રૂપિયાની લોટરી, બસ સાચવવું પડશે માત્ર આ એક કાગળ

જો તમે દુકાનમાંથી કોઈ પણ વસ્તૂ ખરીદો છો, તો તેનુ પાક્કુ બિલ લેવાનું ભૂલતા નહીં. કારણ કે, આ બીલ તમને એક કરોડની લૉટરી પણ લગાડી…

જો તમે દુકાનમાંથી કોઈ પણ વસ્તૂ ખરીદો છો, તો તેનુ પાક્કુ બિલ લેવાનું ભૂલતા નહીં. કારણ કે, આ બીલ તમને એક કરોડની લૉટરી પણ લગાડી શકે છે. હકીકતમાં જોઈએ તો, સરકાર GSTમાં હેરાફેરીને રોકવાના ઉપાયો હેઠળ જીએસટી વ્યવસ્થામાં 1 એપ્રિલ 2020થી એક એવી લોટરીની શરૂઆત કરવાની યોજના બનાવી રહી છે. જેમા દર મહિને દુકાનદાક અને ખરીદાની વચ્ચે કરારના દરેક બિલને લકી ડ્રોમાં સામેલ કરવામાં આવી શકે છે.

એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, આ લોટરીમાં ગ્રાહકોને એક કરોડની લૉટરી લાગી શકે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ લૉટરી યોજના ગ્રાહકોને દુકાનેથી વસ્તુ ખરીદતી વખતે બિલ લેવા માટે પ્રોત્સાહન આપવા આ યોજના શરૂ કરાઈ છે. જેના કારણે જીએસટીની ચોરી રોકી શકાય.

ત્રણ લકી લોકોને મળશે ઈનામ

આ લોટરીમાં એક પ્રથમ વિજેતા પસંદ કરવામાં આવશે જેના પર મોટુ ઈનામ રાખવામાં આવશે. રાજ્યોના સ્તર પર બીજા અને ત્રીજા વિજેતા પણ પસંદ કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ઉપભોક્તાઓને કોઈપણ ખરીદીની રસીદને સ્કૈન કરીને એપલોડ કરવાનુ રહેશે. GST નેટવર્ક આ માટે એક મોબઈલ એપ પણ વિકસિત કરી રહી છે.

લોટરીમાં 1 લાખથી રકમ

કેન્દ્રિય અપ્ત્યક્ષ ટેક્સ અને સીમાશુલ્ક બોર્ડના એક અધિકારીએ છેલ્લા મહિને કહ્યુ હતુ કે, આ લોટરીમાં 1 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીના ઈનામ રાખવામાં આવ્યા છે. GST પરિષદ આ યોજના પર 14 માર્ચની બેઠકમાં પોતાનો મત આપી શકે છે. આ લોટરીના પૈસા મુનાફાખોરીના મામલાઓમાં જુર્માના પરથી આવશે. GST કાનૂનમાં મુનાફાખોરીની વિરુદ્ઘ કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં દંડની રકમ પૈસા ઉપભોક્તા કલ્યાણ કોષમાં રાખવામા આવે છે.

બિલ પર લોટરી જીતી શકાશે

જોસેફે કહ્યું, ‘અમે એક નવી લોટરી સિસ્ટમ લઈને આવ્યા છીએ. જીએસટી હેઠળ પ્રત્યેક બિલ પર લોટરી જીતી શકાશે. તેનો ડ્રો કરવામાં આવશે. લોટરીનું મૂલ્ય એટલું ઉંચુ છે કે ગ્રાયક તે કહેશે કે, 28 ટકાની બચન ન કરવા પર મારી પાસે 10 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા જીતવાની તક હશે. આ ગ્રાહકની આદતમાં ફેરફાર સાથે જોડાયેલો સવાલ છે.’

CBICના અધિકારીએ ગયા મહિને માહિતી આપી હતી કે, આ લોટરી યોજનામાં ₹ 10 લાખથી લઈને 1 કરોડ સુધીના ઇનામો રખાય તેવી શક્યતા છે. GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. કાઉન્સિલની આગામી બેઠક 14 માર્ચે યોજાવાની છે.

કોઈ પણ રકમના બિલની હોવી જોઈએ રસીદ 

CBICના અધિકારીએ કહ્યું કે, કોઈપણ રકમની રસીદ પર તમે આ લોટરી જીતી શકો છો. આનો અર્થ છે કે લેણદેણ માટે કોઈ ન્યૂનતમ અથવા મહત્તમ મર્યાદા રહેશે નહીં. આ લોટરી સિસ્ટમમાં પ્રથમ ઇનામ વિજેતાને મોટું ઇનામ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *