રાક્ષસ પિતાએ પોતાના 7 વર્ષના બાળકને પાણીની ટાંકીમાં નાખી દીધું, બહાર નીકળવા પ્રયાસ કરતો હતો ત્યારે પિતાએ કર્યું એવું કે… બાળકનો જીવ ગયો

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક વ્યક્તિએ તેના સાત વર્ષના પુત્રની હત્યા કરી. તેણે બાળકને પાણીની ટાંકીમાં ફેંકી દીધું.જ્યારે બાળકએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ ટાંકીનું…

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક વ્યક્તિએ તેના સાત વર્ષના પુત્રની હત્યા કરી. તેણે બાળકને પાણીની ટાંકીમાં ફેંકી દીધું.જ્યારે બાળકએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ ટાંકીનું ઢાંકણ બંધ કરી દીધૂ હતું.આ પછી બાળકનું મોત નીપજ્યું હતું.આ કેસ અંગે માહિતી મળતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સમગ્ર પંથકમાં હાહાકાર
કોલયાત પોલીસ સ્ટેશનના જણાવ્યુ આ કેસમાં આરોપી મુલારામની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો.કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ આ વિસ્તારમાં હંગામો થયો હતો.દરેક જણ આ ઘટના વિશે વાત કરી રહ્યા છે.

આરોપી જેણે તેની પત્નીનો પગ પણ તોડી નાખ્યો હતો
તપાસમાં બહાર આવ્યું છે કે મુલારામ માનસિક બિમારીથી પીડિત છે.તેણે બે વર્ષ પહેલા પત્નીનો પગ પણ તોડી નાખ્યો હતો,ત્યારબાદ પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા.છૂટાછેડા પછી એક પુત્ર પત્ની સાથે ગયો,જ્યારે બીજો પુત્ર મુલારામને સોંપાયો હતો.કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ધંધો પણ નહોતો કરતો.થોડા સમય પહેલા તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આરોપીની પૂછપરછ
પોલીસનું કહેવું છે કે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.તે પોલીસ કસ્ટડીમાં છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.તેમજ આરોપીની માનસિક સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે,ત્યારબાદ કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *