લબરમુછીયાએ ગર્લફ્રેંડને મુંબઇ ફરવા લઇ જવા ભર્યું એવું પગલું, સુરત ક્રાઇમ બ્રાન્ચ થઈ દોડતી

ગુજરાતમાં છાસવારે હત્યા અને લુંટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરત શહેરમા પણ અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે.…

ગુજરાતમાં છાસવારે હત્યા અને લુંટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરત શહેરમા પણ અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે. તમે વારંવાર સાંભળતા જ હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલની લુટ થતી ઘટના પણ સાંભળી જ હશે. આ પરથી એવું લાગી રહ્યું છે કે, આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો?

સુરત શહેરના વેસુમાં આવેલા આગમ આર્કેડ નજીક પિસ્તોલ બતાવી કારની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે જેને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે, આખી ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી આધારે નવસારી ટોલનાકા પરથી યુવકને પ્રેમિકા સાથે ઝડપી લીધો હતો. પ્રેમિકાને યુવકે મિત્રની કાર હોવાનું કહ્યું હતું.

અત્રે ઉલેખનીય છે કે, કારમાં બેસેલા વૃદ્ધને કારમાંથી ઉતારી દીધા બાદ લૂંટારુ કાર લઈને ફરાર થઈ ગયો હતો. સુરતના વેસુ વિસ્તારમાંમાં કોલેજીયન યુવકે પ્રેમિકાને કાનપુર ભગાડી જવા વેપારીના પિતાને એરગનથી ધમકાવી કારમાંથી બહાર ફેંકી દઈ કારની લૂંટ કરી નાસી ગયો હતો. પોલીસે સીસીટીવી આધારે નવસારી ટોલનાકા પરથી યુવકને પ્રેમિકા સાથે ઝડપી લીધો હતો. પ્રેમિકાને યુવકે મિત્રની કાર હોવાનું કહ્યું હતું.

મનોજ જૈને જણાવ્યું હતું કે, હું પિતાને ડોક્ટર પાસે દેખાડી ઘરે લઈ જતો હતો. આગમ નજીક મેડિકલ સ્ટોર પર દવા લેવા કાર બંધ કરી પિતાને કારમાં જ બેસાડી દવા લેવા ગયો હતો. એક યુવકે ડ્રાઇવરની સીટ પર બેસી એરગનથી વૃદ્વને ધમકાવી કહ્યું કે ‘તુ ઉતર જા નહિ તો ઠોક દુગાં’ કહી કાર રિવર્સ લઈ વૃદ્વને ધક્કો બહાર ફેંકી કાર લઈ ભાગી ગયો હતો. આ ઘટના સવારે 11:30 વાગ્યાની છે ત્યારબાદ તરત મે પોલીસ કંટ્રોલ પર ફોન કરી ઘટનાની જાણ કરી હતી.

કપુરચંદ જૈને જણાવ્યું હતું કે, હું દીકરા સાથે આગમ આર્કેડ પાસે કામ માટે આવ્યો હતો. આ દરમિયાન એક યુવક કારમાં આવીને બેસી ગયો હતો અને અચાનક કાર ચાલુ કરી ભાગવા જતા મે બુમાબુમ કરી હતી. લોકો મદદે આવે તે પહેલા આ શખ્સ કાર લઈને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમબ્રાંચે સીસીટીવીના આધારે તપાસ કરતા નવસારી હાઇવે તરફ ભાગતા જોઈ પોલીસને જાણ કરતા નવસારી ટોલ પ્લાઝા પરથી યુવક-યુવતીને પકડી લીધા હતા. પૂછપરછમાં કોલેજીયન યુવકનું નામ કશ્યપ ભાવેશ ભેસાણીયા( ઉમર વ.19) (રહે.સરગમ સોસા, પુણા) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કાર, એરગન, લેપટોપ અને રોકડ 2.26 લાખ કબજે કરી હતી. કશ્યપે એરગન ઓનલાઇન મંગાવી હતી.

મળતી માહિતી અનુસાર, કશ્યપ ભેસાણીયા મહાવીર કોલેજમાં પહેલા વર્ષમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. પિતા હીરાના કારખાનામાં કામ કરે છે. યુવકે ગુગલમાં સૌથી સસ્તુ શહેર સર્ચ કરતા કાનપુર જણાતા તેઓ ત્યાં ભાગી જવાના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *