બહુ ચર્ચિત 7 વર્ષ પહેલાના નિર્ભયા કેસમાં આરોપીઓને આ તારીખે આપવામાં આવશે ફાંસી, તૈયારીઓ શરૂ

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

નિર્ભયા ગેંગરેપના દોષિઓને ટૂંકમાં જ ફાંસી પર લટકાવામાં આવી શકે છે. કહેવાય છે કે, તેના માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી થોડા જ દિવસ કે એક-બે સપ્તાહમાં દોષિઓને ફાંસી આપવામાં આવી શકે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 16 ડિસેમ્બરે તમામ દોષિતોને ફાંસી આપવામાં આવી શકે છે. જે સ્થળે ફાંસી આપવામાં આવશે, ત્યાં સાફ-સફાઈનું કામ પણ શરૂ થઈ ગયું છે. દોષી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામાં આવેલી દયાની અરજી ને ગૃહમંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે હૈદરાબાદની મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને પછી બાળીને હત્યા કરવાનો મામલો સામે આવ્યા બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગ વધુ ઉગ્ર બની છે.

તિહાડ જેલ તરફથી હવે જલ્લાદ શોધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. તિહાડ જેલનું કહેવું છે કે, અમારી પાસે હાલમાં કોઈ જલ્લાદ નથી, પરંતુ જો જરૂરત પડશે તો બહારના રાજ્યોમાંથી જલ્લાદને બોલાવવામાં આવશે. તેના માટે રાજ્યોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એવામાં જો નિર્ભયા કાંડના ગુનેગારીને ફાંસી થાય છે તો માનવામાં આવી રહ્યું છે કે મેરઠના પવન જલ્લાદને જ તેની જવાબદારી સોંપવામાં આવશે. જોકે, હજુ સુધી અધિકૃત રીતે પવન સાથે તેના માટે સંપર્ક કરવામાં આવ્યો નથી.

હૈદરાબાદની દિશા પછી હવે નિર્ભયાના આરોપીને પણ ઝડપથી ન્યાય મળી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. નિર્ભયા રેપ કેસમાં આરોપીઓની દયાની અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દેવામાં આવી છે. સાથે જ આ અરજી ફગાવી દેવાની પણ ભલામણ કરવામાં આવી છે. દોષિતોએ દિલ્હી સરકાર સામે તેમની દયાની અરજી કરી હતી. આ દયાની અરજી નકારીને દિલ્હી સરકારે તેમનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી દીધો હતો. રાષ્ટ્રપતિએ આ વિશે કહ્યું છે કે, મહિલા સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. પોક્સો એક્ટ અંતર્ગત દુષ્કર્મના દોષિતોને દયાની અરજી દાખલ કરવાનો અધિકાર ન મળવો જોઈએ. સંસદે દયાની અરજી પર પુન:વિચાર કરવાની જરૂર છે. રાજસ્થાનના સિરોહીમાં સામાજિક પરિવર્તન માટે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય સંગઠનને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કરી હતી.

એક દોષીનું જેલમાં જ થઈ ચૂક્યું છે મોત

નિર્ભયા ગેંગરેપ મામલામાં 6 દોષિતોમાંથી એકનું જેલમાં જ મોત થઈ ચૂક્યું છે જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલથી બહાર આવી ચૂક્યો છે. બચેલા ચાર દોષિતોની દયા અરજી રાષ્ટ્રપતિની પાસે પેન્ડિંગ છે. આ કારણે તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી નથી કરી શકાઈ. આશા છે કે ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં દયા અરજી પર નિર્ણય લેશે.

પવન જલ્લાદે પણ ફાંસી આપવાની માંગ કરી હતી

પવન જલ્લાદએ નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી આપવાની માંગ ઉઠાવી હતી. તેઓએ કહ્યુ હતું કે આવા જધન્ય કાંડના ગુનેગારોને ફાંસી જ આપવી જોઈએ, જેથી બીજા અપરાધી પણ તેને જોઈ ડરી જાય. તેમના મનમાં પણ આવો અપરાધ કરતાં પહેલા ફાંસીનો ડર રહે.

ફાંસી પહેલા કરવામાં આવે છે ટ્રાયલ

પવન જલ્લાદે જણાવ્યું કે, ફાંસી આપતા પહેલા ટ્રાયલ કરવામાં આવે છે જેથી ફાંસી આપતી વખતે કોઈ ભૂલ ન થાય. ફાંસીના ફંદાથી કોઈ પણ અપરાધી મર્યા વગર પરત ન આવી શકે. તેઓએ માંગ કરી છે કે નિર્ભયા કાંડના આરોપીઓને કોર્ટે ફાંસી આપી છે અને તેમને જ ફાંસી આપવાની તક આપવામાં આવે.

2012માં નિર્ભયા સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી

16 ડિસેમ્બર, 2012ની રાત્રે 23 વર્ષની પૈરામેડિક વિદ્યાર્થીની નિર્ભયા સાથે ચાલતી બસમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. દોષિતોએ તેની સાથે અમાનવીય વર્તન કરીને તેની સાથે હિંસા પણ કરી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી નિર્ભયાને સારવાર માટે એર એમ્બ્યુલન્સથી સિંગાપોર પણ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં 29 ડિસેમ્બર 2012ના દિવસે તેનું મોત થઈ ગયું હતું.

દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *