નવસારીના આ પોલીસ અધિકારીએ માંગી એવા કામ માટે લાંચ કે ACB બોલાવ્યો સપાટો અને કર્યો જેલભેગો

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અમદાવાદની ACB…

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અમદાવાદની ACB ટીમે એ.એસ.આઇ દિવાભાઇ ધાકલુભાઇ દાહવાડ 5000 રૂપિયાની લાંચ માંગતા રંગેહાથ ઝડપી પડ્યા હતા. દિવાભાઇ ધાકલુભાઇ દાહવાડ ખેરગામ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હતા.

નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એક એસએસઆઈને ગોળ વેચનાર વેપારી પાસેથી હપ્તો લેવાનું ભારે પડી ગયું છે. ગોળના વેપારીને ખોટા કેસમાં ફસાવી તને પણ આરોપી બનાવી દઈશ તેવી ધમકી આપી 5000 રૂપિયાનો હપ્તો આપવા મજબુર કર્યો હતો. આખરે એસીબીએ છટકુ ગોઠવી એએસઆઈેન રંગેહાથ ઝડપી પાડ્યો છે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એએસઆઈ દિવાભાઈ દાહવાડે એક દારૂના કેસમાં ગોળના વેપારીને પોતાની ઉપરની કમાણીનું સાધન બનાવવા માટે સકંજામાં લીધો. એસએસઆઈએ ગોળના વેપારીને ધમકી આપી કે, દારૂ બનાવનારા તારી પાસેથી ગોળ ખરીદે છે મને ખબર છે, જો હવે તારી પાસેથી ગોળ ખરીદશે અને દારૂ બનાવશે તો તારા નામ પણ આરોપી તરીકે ખોલી નાખીશ, જો તારે ગોળ વેચવો હોય તો, હપ્તા પેટે 5000 રૂપિયા આપવા પડશે.

ગોળનો વેપારી કોઈ ખોટું કામ કરતો ન હતો, જેથી તેને કોઈ હપ્તો આપવો ન હતો જેથી તેણે વલસાડ અને ડાંગ એસીબીનો સંપર્ક સાધી તમામ વિગત જણાવી પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સુરત એસીબી મદદનીસ નિયામક એનપી ગોહિલના સુપર વિઝન હેઠળ લાંચીયા એએસઆઈને ઝડપી પાડવા માટે ટ્રેપિંગ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી, જેમાં વલસાડ પીઆઈ કે.આર.સકસેના વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

એસીબીની ટ્રેપીંગ ટીમના પ્લાન અનુસાર, એએસઆઈ પાટી બાવાસી ફળીયા પાસે જાહેર રોડ પર આવ્યો અને વેપારી પાસેથી જેવી પાંચ હજારની રકમ લીધી તેવી જ એસીબીની ટીમે તેને રંગાહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ આરોપી એસએસઆઈને ડિટેઈન કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *