આપ અને બીજેપી કાર્યકરો વચ્ચે પોસ્ટર મામલે બબાલ- જુઓ વિડીયો

ચારેતરફ કોરોના મહામારી ને કારણે ઘણા લોકો હેરાન પરેશાન થયા છે, તેમજ સુરત શહેરમાં વાયુવેગે કોરોના વધી રહ્યો છે, અને આવા સમયે આરોગ્ય મંત્રી નું…

ચારેતરફ કોરોના મહામારી ને કારણે ઘણા લોકો હેરાન પરેશાન થયા છે, તેમજ સુરત શહેરમાં વાયુવેગે કોરોના વધી રહ્યો છે, અને આવા સમયે આરોગ્ય મંત્રી નું કોઈ પણ નિવેદન આવતું નથી કે બહાર દેખાતા નથી. આવા સમયે જયારે આરોગ્ય મંત્રીને લોકોની રક્ષા થાય તેમ વર્તવાનું હોય પણ આવા કપરા સમયમાં પોતે ખોવાઈ ગયા છે, તેવા લોકોએ પોસ્ટર લગાવ્યા છે. સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વાયુવેગે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના બેનરો શહેરમાં ઠેર-ઠેર લાગ્યા છે. આમ આદમી પાર્ટી સુરતના બેનર હેઠળ આ બેનરો લગાવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી સુરતના બેનર હેઠળ રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના બેનર લાગ્યા છે. જેમાં જે કોઈ ને પણ મળે તો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી પણ કરવામાં આવી છે.  શહેરના સરથાણા, સિંગણપોર, કોઝવે, ડભોલી સહિતના મોટાભાગના વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. હાલ તો આ બેનરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યા છે.

આ સમગ્ર બાબતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવતા હતું કે, “મારી પુત્ર વધુ અને પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યારે હું ગાંધીનગર હતો. જેથી હું ગાંધીનગરમાં જ રહ્યો છું. હું ક્યાંય ખોવાયો નથી.  આ તો રાજકીય કાવતરુ છે. આવનારા દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. જેને લઈને મારા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.”

હાલ આ પોસ્ટર મામલે નવો વળાંક આવ્યો છે, સોસીયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે બબાલ ઉભી થઇ હતી. જેનો વિડીયો આજે વાયુવેગે વાયરલ થઇ ગયો છે. ઉગ્ર બોલાચાલી સાથે બબાલ કરી રહ્યા હતા. સાથે-સાથે ગાળા ગાળી પણ થઇ રહી હતી જે વિડીયોમાં સાફ સાફ દેખાઈ આવે છે. સરથાણા પોલીસ વિસ્તારની ઘટના સામે આવી છે. ત્યારપછી બંને પાર્ટીના કાર્યકરો ને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેનો વિડીયો વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *