કતારગામ પોલીસ સ્ટેશનમાં નવા વર્ષની ઉજવણી કરાઈ સત્યનારાયણ ભગવાનની કથા સાથે

કતારગામ પોલીસ વેલ્ફેર ટ્રસ્ટ હેઠળ સ્થાનિક હીરા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાનો ના સહયોગથી કતારગામમાં 6.50 કરોડના ખર્ચે સૌપ્રથમ સ્માર્ટ અને ડિજિટલ પોલીસ સ્ટેશન બન્યું છે.કતારગામ…

કતારગામ પોલીસ વેલ્ફેર ટ્રસ્ટ હેઠળ સ્થાનિક હીરા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાનો ના સહયોગથી કતારગામમાં 6.50 કરોડના ખર્ચે સૌપ્રથમ સ્માર્ટ અને ડિજિટલ પોલીસ સ્ટેશન બન્યું છે.કતારગામ પોલીસ સ્ટેશન બન્યા બાદ પોલીસ અને પ્રજા વચ્ચે સારો સમન્વય બની રહે તે માટે વિવિધ સામાજીક કાર્યક્રમો કરી કતારગામ પોલીસે અનુકરણીય પહેલ કરી છે. નવા વર્ષને પણ કંઈક નવી જ રીતે ઉજવવામાં આવ્યું હતું.

દેશભરમાં લોકો ૩૧ ડિસેમ્બરની રાત્રે બાર વાગ્યે નવા વર્ષના આગમન સાથે ડાન્સ પાર્ટી કરીને ઉજવણી કરતા હોય છે ત્યારે કતારગામ પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણ ભગવાનની કથા પૂજા કરી વર્ષ 2020 ને આવકારવા માં આવ્યું હતું. આ ખરેખર એક પ્રશંસનીય કામગીરી હતી.2020 ના નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે સુરત શહેરના નાગરિકો માટે નવું વર્ષ સુખમય અને શાંતિમય બની રહે.

31 ડિસેમ્બરના રોજ સાંજે 8:00 કતારગામ પોલીસ સ્ટેશન ના સહયોગથી નવ્યા એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા સત્યનારાયણ કથા અને રાસ ગરબા નો કાર્યક્રમ થયો હતો અને ભક્તિમય રીતે નવા વર્ષને આવકારવા માં આવ્યું હતું.જેમાં કતારગામ પોલીસ ના પોલીસ જવાનો ઉપરાંત નવ્યા એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉજવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *