સાવકી માતાની ક્રુરતા: 9 વર્ષના બાળકને ગરમ તવા પર ઉભો રાખ્યો, પગના તળિયા દાઝી ગયા અને…

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ચોંકવાનારી ઘટના જાણવા મળી છે. જ્યા એક સાવકી માતા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે, માતાએ 9 વર્ષના માસૂમ બાળકને…

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ચોંકવાનારી ઘટના જાણવા મળી છે. જ્યા એક સાવકી માતા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે, માતાએ 9 વર્ષના માસૂમ બાળકને ધગધગતા ગરમ તવા ઉપર ઊભો રાખ્યો હતો. જેના કારણે માસૂમના બંને પગ ખુબ ખરાબ રીતે દાઝી ગયા હતા. જાણવા મળ્યું છે કે, માસૂમ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. પોલીસને ખબર મળ્યા બાદ આરોપી મહિલા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં જવલાબાજારમાં 9 વર્ષીય માસૂમના દાઝી ગયેલા પગના ફોટો તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. જેમાં માસૂમના પગના તળિયા ઉપર પાટા બાંધવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું કે, બાળક પોતાની સાવકી માતા સાથે રહેતો હતો. પરંતુ કોઈ વાતથી ગુસ્સામાં આવીને સાવકી માતાએ માસૂમ બાળકને ગરમ તવા ઉપર ઊભો રાખી દીધો હતો.

આ બાબતે પીડિત માસૂમના મામા દ્વારા 26 ડિસેમ્બરે બુલઢાણામાં બોરખેડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ભાણિયાને સાવકી માતાએ ગરમ તવા ઉપર ઊભો રાખ્યો જેથી ભાણિયાના બંને પગના તળિયા દાઝી ગયા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યારે બાળકની સ્થિતિ ખતરાની બહાર છે. તેના બંને પગના તળિયા ગંભીર રીતે દાઝી જવાના કારણે તે અત્યારે ચાલી શકે તેમ પણ નથી.

પોલીસે પીડિતના મામાની ફરિયાદના આધારે આરોપી સાવકી માતા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનિય છે કે, અત્યારના જમાનામાં પણ સાવકી માતાઓનો ત્રાસ જોવા મળે છે. પરંતુ મહારાષ્ટ્રમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *