માલિક ઘરે બેસીને કામ કરી રહ્યો હતો, આ કાર્ય કુતરાને ન ગમ્યું અને કરવા લાગ્યો એવી હરકત કે…- જુઓ વિડીઓ

Published on: 1:23 pm, Sat, 19 June 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર ટ્રેન્ડ પર ડોગ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમની આ હરકતો કોઈપણનું દિલ જીતવા માટે પૂરતી છે. તાજેતરમાં જ એક ખૂબ જ સરસ અને સુતેલા ડોગનો વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર વાયરલ થયો છે. આ વિડિઓ બ્યુટેંગેબીડેન નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીઓ જોતા એવું લાગે છે કે માલિક ઘર બેઠા કામ કરતો હોવાનું આ કુતરાને પસંદ નથી.

મોટાભાગના લોકોને શનિવારના રોજ રજા હોય છે અને આ દિવસે લોકો આરામ અથવા મનોરંજનના મૂડમાં હોય છે. આવી જ એક વાત વાયરલ વિડીઓમાં રહેલા કૂતરાની છે. આ વિડિઓમાં માલિક તેના લેપટોપ પર કંઈક કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સૂતેલો અને આનંદ માટે મૂડમાં બેઠેલો કૂતરો તેને એક ક્ષણ માટે પણ લેપટોપ ખોલવા દેતો નથી.

અત્યાર સુધીમાં આ વાઈરલ વિડીયોને 56 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. આ કૂતરાએ માત્ર 9 સેકંડની હરકતમાં  હજારો લોકોના દિલ જીતી લીધા છે. દરેક લોકો આ વિડીઓ વિશે ખુબ જ ચર્ચા કરી રહ્યા છે. આ વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.