પાકિસ્તાની સૈનિકો જે યુદ્ધ ટેન્ક છોડીને ભાગ્યા હતા એ આજે પણ ધ્રાંગધ્રામાં સચવાઈ છે

Published on: 11:59 am, Sat, 15 August 20

15મી ઓગસ્ટ એટલે કે આજથી લગભગ 74 વર્ષ પહેલાં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ દિવસે એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

ભારત તથા પાકિસ્તાનની વચ્ચે વર્ષ 1965માં યુદ્ધ થયું હતું તથા રણ વિસ્તારમાં બંને સેનાની વચ્ચે થયેલાં ઘમાસાણ યુદ્ધમાં ભારતનાં જવાનોએ બહાદુરી બતાવીને પાકિસ્તાનને હાર આપી હતી. આથી પાકિસ્તાનનાં જવાનો પોતાનો જીવ બચાવવા માટે પોતાની ટેન્કો તથા હથિયારો છોડીને યુદ્ધનાં મેદાનને છોડીને ભાગી ગયા હતાં.

જે ભારતની સેનાએ કબ્જે કરેલ આ પાકિસ્તાની ટેન્કને ધ્રાંગધ્રામાં આવેલ આર્મી કેમ્પની પાસે હજુ પણ જોવાં મળે છે. ભારત પર પાકીસ્તાન દ્વારા કચ્છનાં રણવિસ્તારમાં 23 સપ્ટેમ્બર વર્ષ 1965 નાં રોજ હુમલો કરવામા આવ્યો હતો. ત્યારે કચ્છની સરહદ પર BSF નાં જવાનો પણ હાજર હતાં તથા પાકીસ્તાન આર્મીની સાથે યુદ્ધ શરૂ થયુ હતું.

ભારતીય આર્મીને જાણ કરવામાં આવી તથા દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ સર્વોપલ્લી રાધાકુષ્ણ, વડાપ્રધાન લાલબાહાદુર શાસ્ત્રી તેમજ વિરોધપક્ષનાં નેતા આર્મી ચીફ જે.એમ.ચૌધરી પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવાં માટે જનરલ હરબકસિંગ, મેજર જનરલ ગુરૂબક્ષસિંગ તથા બ્રિગેડિયર જે.સી.બક્ષીને પણ કમાન સોંપવામાં આવી હતી.

જેમાં ધ્રાંગધ્રાની આર્ટિલરી ભુજ તેમજ જામનગરની એરફોસ તથા કચ્છનાં રણમાં કુલ 190 ટેન્કોની સાથે પાકિસ્તાનની સેના પર ભારતીય સેના દ્વારા હથગોળાનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. ધમાસાણ લડાઈ રણમાં શરૂ થયુ હતું. આમ કુલ 2 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યુ હતું.

યુદ્ધમાં ભારે પાકિસ્તાનની કુલ 472 ટેન્કોનો ખાત્મો બોલાવી દીધો હતો તથા પાકીસ્તાનનાં કુલ 3,000 જવાનોનો ખાતમો ભારતીય સેનાએ બોલાવી દીધો હતો.આમ, યુદ્ધ વખતે ભારતીય જવાનોએ ગૌરવપૂર્વક કામગીરી કરતાં પાકિસ્તાની સેના ટેન્કો તેમજ પોતાનો સરસામાન મુકીને જીવ બચાવવા માટે ઉભી પુછડીએ યુદ્ધનું મેદાન છોડીને વર્ષ 1967માં ભાગી ગઈ હતી.

ભારતીય સેના દ્વારા રણ વિસ્તારમાં પાકિસ્તાન મુકીને ભાગી ગયેલ કુલ 75 ટેન્કોનો ભારતીય સેનાએ કબ્જો લઈ લીધો હતો. આમ, ભારતીય સેના દ્વારા યુદ્ધ દરમિયાન વિરતા બતાવીને પાકિસ્તાનની ટેન્કોનો કબ્જો કર્યો હતો. ભારતીય જવાનોની શૌર્યતા સમાન આ ટેન્કોને ધ્રાંગધ્રામાં આજે પણ જોવામાં આવે છે. ધ્રાંગધ્રામાં આવતાં ઘણાં લોકો પાકિસ્તાનની ટેન્કને જોવાં માટે આવે છે. ભારતીય સેનાએ કરેલ કામગીરીને જોઈને ગૌરવ અનુભવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews