માતા-પિતા ઘરે ન હોવાથી, ત્રણ બાળકોએ ટોઇલેટમાં જઈને એવું કામ કર્યું કે…- વિડીઓ જોઇને વિશ્વાસ નહિ થાય

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક બાળકનો શરારતી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમેં પણ હેરાન થઇ જશો અને કહી ઉઠશો કે આવું કોણ કરે..!

એવું કહેવામાં આવે છે કે બાળકો નાના હોય ત્યારે તેઓ શું કરી રહ્યા હોય છે તે ખબર રહેતી નથી. તેઓ શું કરી રહ્યા છે અને શું ખોટું છે તે વિશે તેઓ કંઇ જાણતા નથી. પરંતુ ઘણી વખત કેટલીક એવી મોટી ભૂલો કરે છે કે માતા-પિતા પણ તે ભૂલને સહન કરવામાં અસમર્થ હોય છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અત્યંત મૂલ્યવાન હોય છે. જો તમે ઘરે આવીને જોશો કે બાથરૂમમાં અને શૌચાલયની અંદર લેપટોપ, આઇફોન, કેમેરો વગેરે બલકે પાણીમાં નાખી દીધા છે, તો તમારી પ્રતિક્રિયા શું હશે તે કોઈપણ સમજી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

ત્યારે હાલમાં જ આવો એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે વિડીઓમાં તમે જોઈ શકો છો કે, બાળકો ઘરની કિંમતી ચીજો જેવી કે લેપટોપ, આઇફોન, મોબાઈલ, કેમેરા વગેરે પાણીથી ભરેલ બાથટબમાં મૂકી દે છે અને રમવા લાગે છે. આ વિડીઓ ઘરના સભ્યો દ્વારા કેમેરામાં કેદ લેવામાં આવ્યો છે. આ જોઇને કોઈ પણ વ્યક્તિનો મગજ હલી શકે છે.

નાના બાળકોને નથી ખબર હોતી કે આ વસ્તુઓ મુલ્યવાન હોય છે અને તે આ બધી વસ્તુને રમકડાની જેમ જુએ છે અને તેમની સાથે રમવાનું શરુ કરી દે છે. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓને ઇન્સ્ટાગ્રામ પર 60 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. સાથે જ વિડીઓના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે” આખા વર્ષનો પગાર પાણીમાં…”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *