ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાતથી ફક્ત 1500 રૂપિયા લઈને ન્યુઝીલેન્ડ ગયેલાં આ પટેલ ભાઈ આજે ચલાવે છે પોતાની મોટી કંપની

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. વિદેશમાં પણ ઘણાં ગુજરાતીઓ રહેતાં હોય છે. વિદેશમાં રહેતાં ગુજરાતીઓ ખુબ જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કાન્તિભાઇ પટેલ. જેઓ ફક્ત 20 ડોલર ખિસ્સામાં લઇને ન્યૂઝિલેન્ડ ગયા હતાં તથા હાલમાં તેઓ ‘ઇસ્ટ તમાકી હેલ્થ સેન્ટર્સ’ તેમજ નિર્વાણ ગ્રુપનાં માલિક છે.

ડો.કાન્તિલાલ પટેલનો જન્મ આફ્રિકામાં આવેલ કેન્યાનાં નેરોબી પાસે ગિલગિલમાં થયો હતો. એમનાં પિતાનું નામ નારણ પટેલ તથા એમની માતાનું નામ ગજરા પટેલ છે. વર્ષ 1949માં આફ્રિકામાં જન્મેલ કાન્તિભાઇને પરિવારમાં માત્ર એક ભાઇ તેમજ કુલ 2 બહેન પણ છે.

એમનો પરિવાર આફ્રિકામાં જનરલ સ્ટોર ચલાવતું હતું. વર્ષ 1962માં કાન્તિલાલનાં પિતા ગુજરાતમાં શિફ્ટ પણ થયા હતાં.  શાળાનું શિક્ષણ લીધા પછી કાન્તિલાલે બરોડા મેડિકલ કોલજમાં એડમિશન પણ લીધું હતું.વડોદરા મેડિકલ કોલેજમાંથી ડોક્ટર બન્યાં પછી એમનાં લગ્ન રંજનબેનની સાથે થયા હતાં.

રંજનબેનનો જન્મ ન્યૂઝિલેન્ડમાં જ થયો હતો. એમનાં પિતાને શાકભાજીની દુકાન હતી. રંજનબેન ઓકલેન્ડ ગર્લ્સ ગ્રામરમાં ભણ્યા હતાં. માત્ર 24 જ વર્ષની ઉંમરે કાન્તિલાલનાં રંજનબેનની સાથે લગ્ન પણ થયા હતાં તથા વર્ષ 1974માં ઓકલેન્ડમાં સ્થાયી પણ થયા હતાં.

ન્યૂઝિલેન્ડમાં ભારતની મેડિકલની ડિગ્રી માન્ય રહેતી ન હતી. જેનાંથી કુલ 9 મહિના સુધી એમને બેકાર પણ રહેવું પડ્યું હતું. ત્યારપછી પ્રોફેસરોએ એને પ્રોત્સાહન આપ્યું તેમજ વર્ષ 1975માં રજિસ્ટર ડોક્ટર પણ થયા હતાં. કાન્તિલાલે એન્ડોક્રિનોલોજી તેમજ ઓર્થોપેડિક્સમાં પણ ઓકલેન્ડ હોસ્પિટલમાં કામ કર્યું હતું.

વર્ષ 1977માં ઓટારામાં જીપી ક્લિનિક પણ ખરીદ્યું હતું. જ્યાં સ્ટાફમાં માત્ર પતિ-પત્ની કાન્તિલાલ તેમજ રંજન જ હતાં. વર્ષ 1980 નાં દાયકામાં ક્લિનિકલ સર્વિસિઝ તેમજ પોપ્યુલેશન હેલ્થકેર સેકટરમાં પણ કામ કર્યું હતું. તેઓએ વર્ષ 1984માં એમણે પહેલું કોમ્યુટર ક્લિનિક પણ ખરીદ્યું હતું. જે કુલ 40.000 ડોલરમાં ખરીદ્યું હતું. લોકોની સ્વાસ્થ્ય સુધારવાની દિશામાં પણ એમણે કામ કર્યું હતું.

વર્ષ 1991માં કાન્તિલાલ પટેલે ડોસન રોડ પર મેડિકલ સેન્ટરની પણ સ્થાપના કરી હતી. જેમાં લેબોરેટરી, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, કેમિસ્ટ તેમજ ડોક્ટરનાં રૂમ્સ પણ હતાં. વર્ષ 1996માં બેઇર્ડ રોડ સેન્ટર ઇસ્ટ તમાકી હેલ્થકેરનો ભાગ બન્યું હતું. જેની ઘણાં મુખ્ય ડોક્ટર્સ દ્ધારા જ સ્થાપના કરવામાં આવી હતી.

નિર્વાણ હેલ્થ ગ્રુપને માટે અમ્બ્રેલાનું પણ કામ કરે છે. કુલ 35 ક્લિનિક્સ માટે નિવાર્ણ હેલ્થ પેરોલ, IT, રોસ્ટર્સ, એજ્યુકેશન, કોન્ટ્રાક્ટિંગ તેમજ બીજાં કામ પણ કરે છે. કાન્તિલાલનું જણાવવું છે, કે પોતાની શક્તિ તેમજ નબળાઇને ધ્યાનમાં રાખીને જ તમારાં ગોલને નક્કી કરો તથા સંજોગો અનુસાર જીવતાં પણ શીખો. તમે કામ કરો પરિણામ એની મેળે જ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP