સુરતના રોડ પર ખાડાઓ નું મસ મોટું સામ્રાજ્ય, ભોગ બની રહ્યા છે સુરતવાસીઓ

Published on Trishul News at 6:48 PM, Wed, 26 August 2020

Last modified on August 26th, 2020 at 6:48 PM

હાલ વરસાદ પડી રહ્યો હતો. જોકે આજરોજ થોડો વિરામ રહ્યો છે.પરંતુ થોડા દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે સમગ્ર સુરતના રોડ રસ્તા ધોવાઈ જવા પામ્યા છે.

સુરતના કતારગામ દરવાજા નજીક પુલનું કામ ચાલી રહ્યું છે. એવામાં ત્યાં નીચે રોડ પર ભયજનક ખાડાઓ પડી ગયા છે. થોડા દિવસ અગાઉ ખાડામાં એક ટાયર આવી જવાથી ટેમ્પો પલટી મારી ગયો હતો.

તેમજ આજરોજ પણ એક બાઇક ચાલક ખાડા ને લીધે નીચે પડી ગયો હતો. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ખાડા ને લીધે શહેરીજનોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીમાં સામે આવી છે. જેનો ભોગ સામાન્ય પ્રજાજનો બની રહ્યા છે.

આ ઉપરાંત દર ચોમાસામાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જાય છે. વર્તમાન ચોમાસાની મોસમમાં પણ અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક રસ્તાઓની હાલત વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ ગઈ છે. એક અંદાજ પ્રમાણે ખાલી અમદાવાદમાં જ દર વર્ષે 300 કરોડનું બજેટ રોડ માટે મંજૂર કરાય છે. તેમ છતાં દર ચોમાસામાં અમદાવાદ ખાડાબાદ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Be the first to comment on "સુરતના રોડ પર ખાડાઓ નું મસ મોટું સામ્રાજ્ય, ભોગ બની રહ્યા છે સુરતવાસીઓ"

Leave a comment

Your email address will not be published.


*