લોકડાઉનનો ભંગ કરનાર લોકો પાસેથી આટલા લાખનો દંડ વસુલાયો, રકમનો આંકડો જાણી ચોંકી જશો

કોરોના વાયરસના પ્રકોપ સામેના યુદ્ધમાં પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 12 વાગ્યે શરૂ થઈ ગયેલ છે,…

કોરોના વાયરસના પ્રકોપ સામેના યુદ્ધમાં પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 12 વાગ્યે શરૂ થઈ ગયેલ છે, જે આગામી 21 દિવસ સુધી ચાલુ રહેશે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે.આના ઉપર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સખત પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. મોદીએ લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા, સરકાર કાયદાનું પાલન કરાવડાવે.

લોકડાઉનની સ્થિતિ પર પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું, લોકડાઉનને હજુ પણ ઘણા લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. કૃપા કરી પોતાની જાતને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારુ નિવેદન છે કે તેઓ નીયમ તેમજ કાયદાનું પાલન કરાવડાવે.

તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે. જેના કારણે ઉત્તર પ્રદેશમાં લોકડાઉનનો ભંગ કરનાર 626 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી આ લોકો પાસેથી 28.87 લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, 2317 વાહન ચાલકોને મેમો આપવાની સાથે વાહન પણ જપ્ત કરી લેવાયા છે. જિલ્લામાં કુલ 68 ચેક પોસ્ટ પર બેરિયર લગાવવામાં આવ્યા છે. જેના પર કુલ 4973 વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન રાખવાની જાહેરાત કરી છે. આમ છતા ઘણા લોકો બહાર નિકળતા પોલીસે આ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *