વ્યક્તિને સ્ટંટ કરવો પડી ગયો ભારે, આગની ઝપેટમાં આવી ગયું મોઢું અને પછી…- હિંમતવાળા લોકો જ જુએ આ વિડીયો 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારા રૂવાડા બેઠા થઇ જશે.

કેટલાક લોકો ખૂબ જ હિંમતવાન હોય છે અને ગમે ત્યાં સ્ટંટ બતાવીને તેઓ પોતાને ખૂબ જ સ્માર્ટ માનવા લાગે છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આવા સ્ટંટ કરતા કે જોતા પહેલા 100 વખત વિચારશો. આ વિડીયોમાં એક વ્યક્તિ તેના મોઢામાંથી આગ કાઢવાનો પ્રયાસ કરે છે અને વ્યક્તિના મોઢા પર જ આગ લાગી જાય છે.

ફાયર સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ તેના મોઢામાંથી આગ કાઢતો જોવા મળી રહ્યો છે. તેણે પોતાના મોઢામાં આગનો સ્ટંટ કરવો ભારે પડી ગયો અને આગની ઝપેટમાં આખું મોઢું આવી ગયું.

જરૂરી નથી કે દરેક સ્ટંટ સફળ થાય. કેટલાક સ્ટંટ તમને હસાવે છે અને કેટલાક જીવન સાથે ખિલવાડ થઇ રહ્યા હોય તેવી રીતે સાબિત થાય છે. ફાયર સ્ટંટ કરનારા વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ થયું. ખરેખર, તેની સહેજ ભૂલને કારણે, તેના કપડા આગથી સ્પર્શી ગયા હતા અને આગ મોઢા પર લાગી ગઈ.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર શેર કરાયેલ આ વીડિયો ખુબ જ ખતરનાક છે. આ વ્યક્તિને તેની આસપાસના લોકોએ તરત જ બચાવી લીધી હતી, પરંતુ સામાન્ય રીતે લોકોને આ પ્રકારના સ્ટંટ ન કરવા જોઈએ. આ તમને તમારી જાતને તેમજ અન્યને નુકસાન પહોંચાડવાનું જોખમ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *