ફ્લાઈટની રાહ જોઈને બેસી રહેલો વ્યક્તિ અચાનક જ પેન્ટની ચેન ખોલીને…, જુઓ વિડીયો

હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની અજીબોગરીબ હરકતો છાશવારે સમાચારમાં ચમકતી રહે છે. રોજ રોજ આવા અલગ અલગ કિસ્સાઓ સાંભળવા અને જોવા મળે છે. એવો જ એક…

હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની અજીબોગરીબ હરકતો છાશવારે સમાચારમાં ચમકતી રહે છે. રોજ રોજ આવા અલગ અલગ કિસ્સાઓ સાંભળવા અને જોવા મળે છે. એવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એરપોર્ટ પર બધાની સામે પેશાબ કરતો જોવા મળી રહ્યો છે.

આ પહેલા પણ દુબઈથી લખનઉ આવી રહેલી ફ્લાઈટમાં એક એવી ઘટના ઘટી કે ફ્લાઈટમાં હાજર મુસાફરો અને ક્રુ મેમ્બર્સને શરમથી પરસેવો વળી ગયો. વાત જાણે એમ બની કે ફ્લાઈટમાં એક પુરુષ મુસાફરે મુસાફરી દરમિયાન પોતાના કપડાં ઉતારી નાખ્યાં. ત્યારબાદ નગ્ન અવસ્થામાં જ તે ફ્લાઈટમાં ચાલવા લાગ્યો હતો.

બધાની સામે જ કર્યો પેશાબ

આ વ્યક્તિ કોણ છે અને આ વીડિયો કયા એરપોર્ટનો છે તે વાતની પુષ્ટિ હજુ સુધી નથી થઈ. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક આધેડ ઉંમરનો વ્યક્તિ એરપોર્ટ ટર્મિનલના વેટિંગ રૂમમાં બેઠો છે. ત્યારે જ તે પોતાની પેન્ટની જીપ ખોલે છે અને ખુરશી પર બેઠા બેઠા જ પેશાબ કરવા લાગે છે. ત્યાં બેઠેલા અન્ય યાત્રી આ વ્યક્તિની હરકતને જોઈને હેરાન થઈ જાય છે. જોકે તેને કોઈએ રોકવાની કોશિશ ન કરી.

વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

પેસેન્જર્સ શેમિંગ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો જે જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લોકો આ વ્યક્તિની શર્મજનક હરકતની નિંદા કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ વ્યક્તિની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યાં જ એક યુઝરે લખ્યું છે કે કોઈ આ વિશે કંઈ કેમ નથી કરી રહ્યું? ફક્ત ત્યાં બેસીને જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *