જે વ્યક્તિ મૃત્યુ પહેલા કરે છે આ કામ તેને થાય છે મોક્ષની પ્રાપ્તિ

Published on: 11:52 am, Sun, 12 September 21

ઘણા માણસોને મૃત્યુ પહેલા તેના મૃત્યુનો આભાસ થઈ જાય છે અને અમુક વાર તેની હાલત જોઇને અંદાજો લગાવી શકાય છે કે તે હવે વધુ સમય જીવિત રહી શકશે નહીં. જો કોઈ માણસને કોઈ ગંભીર બીમારી થઈ જાય છે કે કોઈ વ્યક્તિ ખૂબ જ ઉંમરલાયક થઈ જાય છે ત્યારે અંદાજો આવી જાય છે કે તે વ્યક્તિ હવે લાંબો સમય સુધી જીવિત રહી શકશે નહીં.

આ વ્યક્તિને પોતાના મૃત્યુ પહેલાં કંઇક આવા કામ કરવા જોઈએ. જેનાથી તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય. વ્યક્તિના મૃત્યુ પહેલા કયા કામ કરવા જોઈએ તે શાસ્ત્રો અનુસાર અમે જણાવીશું.

જે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને શ્રી વિષ્ણુ હરી નું ૧૦૮ વખત નામનો જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિને વધુ દુઃખ સહન કરવું પડતું નથી અને મૃત્યુ પછી તે સીધો ભગવાન હરીના ધામમાં જાય છે.

મૃત્યુ પહેલા ગંગા સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે ગંગા સ્નાનથી વ્યક્તિ જીવનમાં કરેલા દરેક પાપમાંથી મુક્તિ મળે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પહેલા ગંગા સ્નાન કરે છે તો તે વ્યક્તિ માટે મોક્ષદ્વાર ખુલી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.