કોરોના વોર્ડમાં મહિલા ઓફિસરને જોઈ ફાર્માસિસ્ટે એવી હરકત કરી કે, તમામ હદો થઇ પાર

રાજ્યમાંથી અવારનવાર સ્ત્રીઓની સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સ્ત્રીઓની સાથે થઈ રહેલ અત્યાચારને ધ્યાનમાં લઈને ઉત્તરપ્રદેશનાં CM…

રાજ્યમાંથી અવારનવાર સ્ત્રીઓની સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સ્ત્રીઓની સાથે થઈ રહેલ અત્યાચારને ધ્યાનમાં લઈને ઉત્તરપ્રદેશનાં CM દ્વારા મહિલાની છેડતી કરનાર આરોપીના પોસ્ટર જાહેરમાં જ લગાવવાની મંજુરી આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં તો આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેને લીધે રાજ્યમાં આવી ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. હાલમાં પણ ફરી એકવાર આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ મહીસાગરમાંથી સામે આવી રહી છે.  મહીસાગરમાં આવેલ બાલાસિનોરની કોવિડ-19 હોસ્પિટલમાંથી જુલાઈ માસની 5 તારીખે એક દર્દી ભાગી ગયો હોવાની ઘટના સામે આવી હતી.

ત્યારપછી ફરી એક વખત હવે આ કોવિડ-19 હોસ્પિટલ ચર્ચામાં આવી રહી છે તેમજ આ વખતે તો આરોપી પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. બાલાસિનોર કોવિડ હોસ્પિટલનાં ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. KMG હોસ્પિટલના હેલ્થ ઓફિસરે આ ફાર્માસિસ્ટની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

બાલાસિનોરમાં આવેલ કોવિડ હોસ્પિટલનાં ફાર્માસિસ્ટે હેલ્થ ઓફિસરની સાથે જાતીય સતામણી કરી હતી. હવે ભોગવવાનો વારો આવ્યો છે. સતામણી બાબતે જિલ્લા કમિટીમાં અરજી કરવામાં આવી હતી તથા કડક પગલાં લેવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી હતી.

મામલાને ગંભીરતાથી લઈને હાલમાં જિલ્લા કમિટી દ્વારા ફાર્માસિસ્ટને સસપેન્ડ કરી દેવામાં આાવ્યા છે. હવે આ સમગ્ર મામલે ફાર્માસિસ્ટની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે. બાલાસિનોરમાં આવેલ KMG કોવિડ હોસ્પિટલમાં હેલ્થ ઓફિસરની સાથે જાતીય સતામણીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના જ ફાર્માસિસ્ટે હેલ્થ ઓફિસરની સાથે જાતીય સતામણી કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો.

આવું થતાં મહિલા હેલ્થ ઓફિસર પોલીસ સ્ટેશને પહોંચી હતી. ત્યારપછી વર્ષ 2013ના કાયદા પ્રમાણે જિલ્લા કમિટીમાં મહિલાએ અરજી કરી હતી. બંને પક્ષને જિલ્લા પંચાયત અધિકારીની હાજરીમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારપછી જિલ્લા કમિટી દ્વારા ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હવે ફાર્માસિસ્ટની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.

આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

How to Earn Money Online – 10 ways

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *