લગ્નમાં ફોટો પાડવા આવ્યો હતો ફોટોગ્રાફર ને દુલહનને લઇ થઇ ગયો ફરાર

The photographer and bride escaped with the bride

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં અનોખો પ્રેમનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કન્યા તેના લગ્નના દિવસે એક મહિના જુના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. લગ્નના એક મહિના પહેલા કન્યાને ફોટોગ્રાફર સાથે પ્રેમ થઈ ગયો. તે લગ્નના દિવસે ફોટોગ્રાફ્સ લેવા આવ્યો હતો. સાત ફેરા બાદ બંનેએ ભાગવાની યોજના બનાવી હતી પણ તેમાં સફળતા મળી ન હતી. બીજી તક માટે તેણે વધારે રાહ જોવી ન પડી હતી.

હનીમૂન પર કન્યાએ વરરાજાને પ્રેમ સંબંધ બાંધવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેને ઓછામાં ઓછા 6 મહિનાની જરૂર છે. પતિને આ ન ગમ્યું અને તેણે સાસુ સાથે વાત કરી. સાસુ-વહુએ પુત્રીને સમજાવ્યું પણ મામલો કાબૂમાં આવ્યો નહીં. લગ્નના ચાર દિવસ પછી પગફેરો કરવા માતાના ઘરે આવી અને ત્યાંથી ફોટોગ્રાફર સાથે છુપી રીતે ભાગી ગઈ.

Loading...

દુલ્હન પણ લગ્નના આભૂષણો લઈને ભાગી ગઈ હતી. પરિવારજનોએ ગુમ થયાની ફરીયાદ નોંધાવી. સાંજે તેણે ઘરે ફોન કરીને જણાવ્યું કે તે તેના મિત્રના ઘરે છે પરંતુ ટૂંક સમયમાં જ આખી વાત ખબર પડી ગઈ. માહિતી મળતાં પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

આ લગ્ન 27 જૂન 2019 ના રોજ થયા હતા અને 1 જુલાઈએ દુલ્હન ફરાર થઈ ગઈ હતી. વકીલ અરૂણ શર્માએ જણાવ્યું કે ગંગા વિહારના પતિએ ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.