આ દેશના પ્રધાનમંત્રી જાતે કરશે કરોનાના દર્દીઓનો ઈલાજ

Published on Trishul News at 11:39 AM, Mon, 6 April 2020

Last modified on April 6th, 2020 at 11:39 AM

દુનિયાભરમાં કોરોનાવાયરસ ના મામલાઓ ઝડપથી વધી રહ્યા છે. તમામ દેશો કોરોનાવાયરસ વિરુદ્ધ જંગ માં અલગ અલગ પ્રકારના નિર્ણયો લઇ રહ્યા છે. એવામાં આયર્લેન્ડના પ્રધાનમંત્રીએ નિર્ણય કર્યો છે કે તેઓ ડોક્ટર ના રૂપ માં પોતાની સેવા આપશે.

આયર્લેન્ડના પ્રધાનમંત્રી વરડકર રાજનીતિમાં આવવાના પહેલા ડોક્ટર ના રૂપમાં કામ કરી ચૂક્યા છે. તેઓએ સાત વર્ષો સુધી જનરલ પ્રેકટીશનર રીતે કામ કર્યું છે.તેમણે 2013માં મેડિકલ પ્રોફેશન છોડી દીધું હતું અને 2014માં તેમણે સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

Irish times અનુસાર કોરોનાવાયરસ ના મામલા વધ્યા બાદ પ્રધાનમંત્રીએ બીજી વખત પોતાનું મેડિકલ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. Pma પોતાના કોલીફીકેશન અનુસાર અઠવાડિયામાં કેટલી સીટ કરશે.તેઓ ડોક્ટરો તરફથી ફોન પર આપનારી સર્વિસ માં ભાગ લઇ શકે છે.

આયર્લેન્ડના પ્રધાનમંત્રીનું બીજી વખત ડોક્ટર ના રૂપમાં કામ કરવાના નિર્ણય એવો સમય આવ્યો છે જ્યારે આયર્લેન્ડના હેલ્થ સર્વિસ એક્ઝિક્યુટિવે સ્વાસ્થ્ય કર્મીઓને બીજી વખત રજિસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે.

દિલચસ્વાપ તવા તો એ છે કે ૪૧ વર્ષના પીએમ ડોક્ટરના પરિવારથી આવે છે. તેમના પિતા ભારતીય ડોક્ટર હતા જ્યારે માતા આયુર્વેદની નર્સ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Be the first to comment on "આ દેશના પ્રધાનમંત્રી જાતે કરશે કરોનાના દર્દીઓનો ઈલાજ"

Leave a comment

Your email address will not be published.


*