ડાંગમાં પ્રિન્સિપાલ અને પરિણીત શિક્ષિકા રંગરેલિયા મનાવતા હતા, અશ્લીલ ફોટો-વીડિયો વાયરલ થતાં….!!!

Rangarelia, the principal and married teacher in Dang, was convinced that the obscene photo-video went viral…. !!!

તાજેતરમાં જ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ એક શાળાના મુખ્ય શિક્ષક અને તે જ શાળાની પરિણીત શિક્ષિકા વચ્ચેના પ્રેમપ્રકરણ અને તેની અંગત પળોની વીડિયો કલીપે ચકચાર મચાવી દીધી છે..

તસ્વીરો સંકેતિક છે.

આ ઘટના બાદ વિવાદ વકરતા શિક્ષણ વિભાગે બન્નેની બદલી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. વઘઇ તાલુકામાં સમાવિષ્ટ એક પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષિકા પ્રણયફાગ ખેલવામાં વ્યસ્ત રહેતા હતા. આ બન્નેના કેટલાક આપત્તીજનક કહો કે અશ્લીલ ફોટો અને વીડિયો શિક્ષકોમાં જ વાયરલ થયા હતા. વાત વધીને વાલીઓ સુધી પહોંચતા મામલો ગરમાયો હતો..

ગામ લોકોએ પોતાના બાળકોનું હિત જોતા શાળાએ જઇ હોબાળો મચાવતા શિક્ષણ તંત્ર દોડતું થયું હતું. વિવાદ વકરે એવું લાગતા ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ ટી.પી.ઓ.દ્વારા પ્રથમ તપાસ કરાવી હતી. જેમાં શિક્ષણ અને શિક્ષિકાના અંગત પળોની વીડિયો કલીપ અને ફોટા સાચા હોવાનું તથા બન્નેની અંગત પળોની તસવીરો અને વીડિયો પણ મુખ્ય શિક્ષકે પોતે જ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ મુખ્ય શિક્ષક અને શિક્ષિકાની અલગ અલગ જગ્યાએ બદલી કરી દેવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.