ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વધી શકે છે લાલુપ્રસાદની મુશ્કેલી, કોર્ટે મંજૂર કરી સીબીઆઇની સજા વધારવાની અપીલ

The problem of Laluprasad may increase, the court has approved the appeal of the CBI to Increasing the punishment

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની મુશ્કેલી વધી ગઈ છે, ઘાસચારા કૌભાંડ મામલે ઝારખંડ ન્યાયાલયએ સીબીઆઈએ સજા વધારવા કરેલ અપીલની મંજૂરી આપી છે. ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ એ.કે ગુપ્તા તેમજ રાજેશકુમાર ની ખંડપીઠે મંગળવારે સીબીઆઇએ અપીલ દાખલ કરી હતી તેની સુનાવણીમાં તેને સ્વીકાર કરી લેવામાં આવી છે. જેમાં લાલુપ્રસાદ સહિત સાત લોકો ની સજા વધારવાની માંગ કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન લાલુપ્રસાદ તરફથી સીબીઆઇની અપીલનો વિરોધ કરવામાં આવ્યો હતો.તેનું કહેવું હતું કે સીબીઆઈએ સજા વધારવાની યાચિકા દાખલ કરવામાં 211 દિવસ જેટલો સમય લીધો છે એટલા માટે તેમની યાચિકા ઉપર સુનાવણી ન કરવામાં આવે. તેમના તરફથી લાલુના જ એક મામલામાં સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશનો હવાલો આપવામાં આવ્યો, જેમાં કહ્યું કે આટલા ગંભીર તેમજ મહત્વપૂર્ણ કેસમાં સીબીઆઈએ સમયસર યાચિકા દાખલ કરવી જોઈતી હતી. આ ઉપરાંત લાલુના વકીલોએ દલીલ કરી હતી કે સીબીઆઇ દ્વારા સજા વધારવાની માંગ નો આધાર ખોટો છે કારણકે સીબીઆઇ અદાલતે આ મામલે ઘણા લોકોને અલગ અલગ સમય ની સજા સંભળાવી છે.

સીબીઆઈએ જણાવ્યું કે આ ગોટાળાના બધા વ્યક્તિ ઉપર સરખા આરોપ છે એટલા માટે સજા પણ સરખી હોવી જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈની યાચિકાને સ્વીકારી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: