“શિકારી ખુદ યહાં શિકાર બન ગયા” જોત જોતામાં જ જીવતા મગરને ગળી ગયો અજગર- જુઓ દિલધડક વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હચમચી જશો.

મગર ખુબ જ ખતરનાક શિકારી છે તે પોતાના શિકારીને એક વાર દબોચી લે એટલે તેમના મુખમાંથી શિકાર છટકી શકતો નથી. જયારે બીજી બાજુ અજગર પણ પોતાના શિકારીને જીવતો ગળી જવામાં હોશિયાર હોય છે. જયારે તમને પૂછવામાં આવે કે, જો આ બંને વચ્ચે લડાઈ થાય તો કોણ જીતે? તો તમારો જવાબ કદાચ મગર હોઈ શકે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વિડીઓ કઈક અલગ જ અંદાજમાં છે. આ વિડીઓ જોઇને તમારા રુવાડા ઉભા થઇ જશે.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઓસ્ટ્રેલિયાનો છે. ઓસ્ટ્રેલિયામાં એક મગર અને એક અજગર વચ્ચે લોહિયાળ જંગની ઘટના કેમેરામાં કેદ થઇ હતી. વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, અજગર અને મગર એકબીજાના જાનથી મારી નાખવાના દુશમ બની ગયા હતા અને જેમાં મગરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જેમાં અજગર મગરને જીવતો ગળી ગયો હતો.

આ વીડીઓમાં તમે જોઈ શકો છો કે, મગર પોતાનો જીવ બચાવવા માટે અજગર તેમની સામે લડી રહ્યો છે, પરંતુ દસ ફૂટ લાંબો અજગર મગરને પોતાનો શિકાર બનાવી લે છે. ખુબ જ કોશીસ કર્યા બાદ પણ મગર તેમના ચંગુલમાંથી બચી શક્યો નહોતો.

મગર પોતે બચવાની ખુબ જ કોશીશ કરી રહ્યો છે પરંતુ અજગર મગરને મોઢાના ભાગથી ગળવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર માત્ર ૧૫ મીનીટમાં જ મગરને આખે આખો ગળી ગયો હતો. વિડીઓમાં તમે જોઈ શકો છો કે, મગર અજગરની ચાલમાંથી બચવા માટે ખુબ જ પ્રયત્ન કરે છે પણ તે અસફળ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *