ગુજરાતની RTO કચેરીએ આ સિસ્ટમ અપનાવતા હવે લાયસન્સ મેળવવા કપરા ચઢાણમાંથી પસાર થવું પડશે.

હવે આરટીઓ કચેરીમાં ટુવ્હીલર સહિતના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવુ હશે તો ઇનોવેટિવ ડ્રાઇવીંગ ટેસ્ટીંગ સિસ્ટમમાં પાસ થવુ પડશે. આ સિસ્ટમ થકી વાહનચાલકની ડ્રાઇવીંગ કુશળતા નક્કી કરાશે…

હવે આરટીઓ કચેરીમાં ટુવ્હીલર સહિતના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવુ હશે તો ઇનોવેટિવ ડ્રાઇવીંગ ટેસ્ટીંગ સિસ્ટમમાં પાસ થવુ પડશે. આ સિસ્ટમ થકી વાહનચાલકની ડ્રાઇવીંગ કુશળતા નક્કી કરાશે તે આધારે ડ્રાઇવીંગ લાયસન્સ આપવામાં આવશે. પૂના સિૃથત સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટે ગુજરાતની આરટીઓ કચેરીમાં આ સિસ્ટમ આધારિત ઓટોમેટેડ ટ્રેક બનાવશે.રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સીઇઆરટી સાથે આ મુદ્દે કરાર કર્યાં છે.

ગુજરાતમાં અત્યારે આરટીઓ કચેરીમાં સેન્સર બેઝ ટ્રેક પર ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવે છે. રાજ્યમા મોટાભાગની આરટીઓ કચેરીમાં આ પ્રકારના ટ્રેક ઉભા કરાયાં છે. હવે આરટીઓ કચેરીમાં એક નવી ટેકનોલોજી-હાઇફાઇ કેમેરા બેઝ સિસ્ટમથી સજ્જ ટ્રેક પર ડ્રાઇવીંગના ટેસ્ટ લેવામાં આવશે. અત્યારે આ સિસ્ટમને કારણે ડ્રાઇવીંગ ટેસ્ટનો સમય વ્યક્તિ થાય છે સાથે પારદર્શકતા નથી.

સૂત્રોના મતે, હવે ઇનોવેટીવ ડ્રાઇવીંગ ટેસ્ટીંગ સ્કીલ સિસ્ટમ દ્વારા આધુનિક કેમેરાથી સજ્જ ટ્રેક પરથી ડ્રાઇવીંગનો ટેસ્ટ લેવામાં આવશે. પૂનાની સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટે આ સિસ્ટમ બનાવી છે.રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીએ સીઇઆરટી સાથે કરાર કરીને આખાય રાજ્યની આરટીઓ કચેરીમાં લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા ટ્રેક બનાવવા કામગીરી સોંપી છે. આ મુદ્દે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે.

ઇનોવેટીવ ડ્રાઇવીંગ ટેસ્ટીંગ સિસ્ટમની વિશેષતા એછેકે, આખાય ટ્રેક પર હાઇફાઇ મલ્ટી કેમેરા વાહનચાલક પર નજર રાખશે. ડ્રાઇવીગ કરનાર ચાલક કેવી રીતે વાહન ચલાવે છે તેનુ ડેટા સાથે રેકોર્ડિંગ પણ કરશે. ટેસ્ટ બાદ નંબર આપી વાહન ચલાવવાની કુશળતા નકકી કરશે.આ આખીય સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ્ડ છે જેના કારણે ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની પધૃધતિમાં પારદર્શકતા જળવાઇ રહેશે.

રિવર્સટ્રેક,ગ્રેડીયન્ડ ટ્રેક,જંકશન ટ્રેક,રાઉઝબેટ ટ્રેક સહિતના ટ્રેક પરથી પસાર થઇને વાહનચાલકે ડ્રાઇવીંગ કરવાની કુશળતા સાબિત કરવાની રહેશે. ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યમાં આ સિસ્ટમ અમલી છે. હવે ગુજરાતમાં આ સિસ્ટમ અમલ થવા જઇ રહી છે. ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે. જે રીતે ડ્રાઇવીંગ લાયસન્સ માટે આરટીઓ કચેરીમાં ધસારો રહે છે તે જોતાં આ સિસ્ટમને કારણે ઝડપી ડ્રાઇવીંગ ટેસ્ટ લેવાશે. અકસ્માતનુ પ્રમાણ વધી રહ્યુ છે  સાથે સાથે શહેરમાં ટ્રાફિકની નિયમોનુ અમલ થાય તે રીતે વાહનચાલકો વાહન હંકારે તે માટે આ સિસ્ટમ  અમલમાં મૂકવામાં આવી રહી છે કેમકે, આધુનિક સિસ્ટમ થકી વાહનચાલકની ડ્રાઇવીંગ કુશળતાનુ મૂલ્યાકંન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *