જુઓ કેવી રીતે રૂપાણીએ હાઇકોર્ટની ઝાટકણી પછી કર્યો સરકારનો બચાવ- એવીએવી વાતો કહી દીધી કે…

ગઈ કાલે જ કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટ ની ઝાટકણી…

ગઈ કાલે જ કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટ ની ઝાટકણી બાદ રૂપાણી સરકારે પોતાનો બચાવ કરતા મોટી મોટી વાતો કરી હતી.

રૂપાણી સરકારે જણાવ્યું હતું કે, સરકારે તિજોરી ખોલી ખર્ચો કરી ને ગુજરાત ની જનતાની જાન ની પરવાહ કરી છે, દિવસ રાત જોયા વિના સરકાર કામ કરી રહી છે, રોજ 6000 ની આસપાસ નવા કેસ આવી રહ્યા છે સમગ્ર દેશમાં કેસો વધી રહ્યા છે, રાજ્ય સરકારે 10 દિવસમાં 1.25 ઇન્જેક્શન હોસ્પિટલોમાં આપ્યા છે અને અન્ય રાજ્યો પણ આપણી પાસેથી ઇન્જેક્શનનો મંગાવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં 15 હજાર થી વધુ બેડ ઉભા કર્યા છે.

હાલ રૂપાણી સરકારે ટેસ્ટની વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં દરરોજના 30,000 ટેસ્ટ થાય છે, સાથે-સાથે જ અમદાવાદમાં 150 ધન્વંતરી રથો ચાલી રહ્યા છે. ધન્વંતરી રથ સાથે જ 1500 જેટલા સંજીવની રથ ફરી રહ્યા છે. લોકોના પ્રશન સાંભળવા માટે સરકાર દરરોજના 104 ઉપર રોજ ના 20,000 ફોન રિસીવ કરી રહી છે.

સુરત શહેરની વાત કરતા રૂપાણી બોલ્યા હતા કે, સુરતમાં છેલ્લા 15 દિવસમાં 15000 બેડ વધાર્યા છે અને 200 ધનવતરી રથ સુરતમાં ચાલુ છે અને 150 સંજીવની રથ ફરી રહ્યા છે. સાથે-સાથે રાજકોટ શહેરમાં 10 દિવસમાં 2400 બેડ વધારવામાં આવશે. RTPCR ટેસ્ટની વાત કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે, 24 કલાકમાં RTPCR ટેસ્ટનો રીપોર્ટ આવી જશે.

વધુમાં રૂપાણી સરકારે જણાવ્યું હતું કે, દરેક હોસ્પિટલોમાં ઓક્સીજનબેડ વધારવામાં આવ્યા છે. વિજય રૂપાણીએ જનતાને જણાવતા કહ્યું હતું કે, ગુજરાતની જનતા ચિંતા ના કરે બધી જ હોસ્પિટલોમાં ઓક્સીજનની પુરે પુરી વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલથી એટલે કે, તારીખ 14ના રોજ લગ્નમાં 50 લોકો ની જ છૂટ આપવામાં આવશે.

રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે, 30 એપ્રિલ સુધી જાહેર કાર્યક્રમો સંપૂર્ણ રીતે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે-સાથે એપ્રિલ અને મે મહિનાના બધા જ ધાર્મિક તહેવારો જાહેરમાં કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. રાજ્યસરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ વધારો કર્યો છે. સરકાર બધી બાબતોમાં કડક કાર્યવાહી કરી છે, અને બધા નિર્ણયો ઈમાનદારીથી કર્યા છે. કોરોના દર્દીઓની વાત કરતા રુપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના 95% લોકો સજા થઈ ને ઘરે પાછા જાય છે અને છેલ્લે રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારના તમામ મંત્રી અધિકારીઓ તમામ કામ પડતા મૂકીને કોરોના સંક્રમણને ઘટાડવાના કામ લાગી પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *