હજુ તો રશિયા-યુક્રેનનું યુદ્ધ થમ્યું નથી ત્યાં આ બે દેશ વચ્ચે શરુ થયું ધમાસાણ યુદ્ધ – જુઓ બોમ્બમારાનો LIVE વિડીયો

Published on: 2:41 pm, Thu, 4 August 22

ઘણા સમય સુધી ચાલેલું રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)નો હજુ સંપૂર્ણ અંત આવ્યો નથી, ત્યાં ફરી અઝરબૈજાન(Azerbaijan) અને આર્મેનિયન(Armenian) વચ્ચે ધમાસાણ યુદ્ધ(war) શરૂ થઈ ગયું છે. બંને દેશો એકબીજાના લશ્કરી મથકોને નિશાન બનાવી રહ્યા છે. અત્યાર સુધી આ હુમલામાં ત્રણ સૈનિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કારાબાખ વિસ્તારને લઈને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે નાગોર્નો કારાબાખમાં લશ્કરી અધિકારીઓએ દાવો કર્યો છે કે અઝરબૈજાનની સેનાએ ડ્રોન હુમલા કર્યા છે.

અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ કેમ છે?
મળતી માહિતી અનુસાર, નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઇને આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. નાગોર્નો-કારાબાખ વિસ્તાર બંને દેશોની સરહદની નજીક છે. આ વિસ્તાર અઝરબૈજાનમાં આવેલો છે, પરંતુ હાલમાં આર્મેનિયાની સેનાનો કબજો છે.

નાગોર્નો-કારાબાખ વિસ્તાર એ લગભગ 4000 ચોરસ કિલોમીટરનો આખો પર્વતીય વિસ્તાર છે. આ વિસ્તાર માટે બંને દેશો વચ્ચે હાલ યુદ્ધ થઈ રહ્યું છે. બંને દેશો એક સમયે સોવિયત યુનિયન (USSR)નો ભાગ હતા. સોવિયત સંઘનું પતન શરૂ થયું ત્યારે બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો હતો. આ પહેલા 1991માં પણ બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું.

બન્ને વચ્ચે આજ સુધી ઘણા યુધ્યો થયા:
જાણવા મળ્યું છે કે, 1991થી અત્યાર સુધીમાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે અનેક યુદ્ધો થયા છે. ત્રણ વર્ષના સંઘર્ષ બાદ રશિયાએ દરમિયાનગીરી કરી હતી. રશિયાની આ પહેલ બાદ 1994માં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે આ પછી પણ મુકાબલાની સ્થિતિ હંમેશા યથાવત રહી હતી. ત્યારબાદ 2018માં ફરી એકવાર બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. બંને દેશોએ પોતાની સરહદો પર સૈનિકો વધારવાનું શરૂ કર્યું.

મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ચાલે છે:
આ પછી આર્મેનિયાના એ વિસ્તારમાં જ્યાં અઝરબૈજાન પર આક્રમણ કર્યું હતું, ત્યાં રશિયન શાંતિરક્ષક દળો તૈનાત કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે ટકરાવનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે. આ મામલો સૌ પ્રથમ 1993માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયો હતો. ત્યારે આ કેસમાં ચાર દરખાસ્તો પણ પસાર કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેમની એક પણ દરખાસ્તનો અમલ થઇ શકે તેમ નથી.

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો ભીષણ સંઘર્ષ:
આ પહેલા પણ આ બંને દેશો વચ્ચે ધમાસાણ યુદ્ધ ઓક્ટોબર-નવેમ્બર 2020માં થયું હતું. ત્યારે આ યુદ્ધ માત્ર છ સપ્તાહ સુધી ચાલ્યો હતો. પરંતુ, માત્ર 6 સપ્તાહમાં જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. તે સમયે યુ.એસ. અને યુરોપે આ યુદ્ધને ગંભીરતાથી લીધું ન હતું. આ યુદ્ધને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ તરીકે જોવામાં આવ્યું હતું, જોકે પાછળથી તેના પરિણામથી આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું.

જાણવા મળ્યું છે કે, આર્મેનિયાની સેનાને શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત સૈન્ય માનવામાં આવતું હતું, જેમાં મોટી સંખ્યામાં ખૂબ જ સારી ટેન્કો અને વાહનો હતા. જો કે તેલની આવકથી અઝરબૈજાને આ દરમિયાન તુર્કી અને ઈઝરાયેલ પાસેથી ઘણા પ્રકારના અનેક ડ્રોન ખરીદ્યા છે. આ ડ્રોન્સે તેમના હવાઈ હુમલા દ્વારા આર્મેનિયન તોપો, ટેન્કો અને સૈન્ય વાહનોને તોડી પાડ્યા હતા. એવું કહેવાય છે કે યુદ્ધમાં અઝરબૈજાને આર્મેનિયાની 175 ટેન્કોનો નાશ કર્યો હતો. તુર્કીએ તેના ઘણા એફ-16 ફાઇટર જેટને અઝરબૈજાનમાં તૈનાત કર્યા છે. આ સાથે જ રશિયાએ આર્મેનિયાને 8 સુખોઈ-30 ફાઈટર જેટ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.