ભાઈ-બહેનના સબંધ લજવાય: સગા ભાઈએ જ નાની બહેન ઉપર આચર્યું દુષ્કર્મ- જાણો ક્યાંની છે ઘટના

Published on: 2:52 pm, Fri, 18 June 21

વિકૃત માનસિકતાવાળી વ્યક્તિ માટે સંબંધોને કોઈ મહત્વ નથી. જો કોઈ વિકૃત માનસિકતાવાળી વ્યક્તિ સેક્સની પ્યાસ બુજાવવા માટે કોઈ પણ ને પોતાનો શિકાર બનાવી શકે છે. બળાત્કારના કેસોમાં મોટાભાગના પરિવારના જ લોકો હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના મકરબા વિસ્તાર માંથી જોવા મળ્યો છે. જેમાં એક મોટા ભાઈએ તેની બહેન પર બળત્કાર ગુજાર્યો હતો અને ભાઈ-બહેનોના પવિત્ર સંબંધોને કલંકિત કર્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, મકરબા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા તેના એકમાત્ર મોટા ભાઈ સાથે રહેતી હતી. તેના માતા-પિતા આ દુનિયામાં રહેતા ન હતા. આજ થી લગભગ અઢી વર્ષ પહેલા જ્યારે સગીરાની ભાભી ઘરમાં સૂઈ રહી હતી, ત્યારે સગીરાના મોટો ભાઈ તેના રૂમમાં ગયો હતો અને તેને ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ મોટા ભાઈની ધમકીને કારણે આ ઘટના વિશે કોઈને જાણ કરી ન હતી.

ત્યારપછી જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે મોટા ભાઈએ વારંવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા ના પાડતી હતી ત્યારે તેનો ભાઈ તેની સાથે જબરદસ્તી કરતો હતો. જેને કારણે તે છેલ્લા 3 મહિનાથી માસિકધર્મમાં થઇ ન હતી. જેથી, ભાભીએ સગીરાની પૂછપરછ કરી ત્યારે સગીરાએ તેની ભાભીને તેના મોટા ભાઈની આ કરતુત વિષે જણાવ્યું હતું.

સગીરા તેની ભાભી સાથે સરખેજ પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીને ડ્રગ્સની લત હોવાનું જાણવા મળ્યું છે. આ પછી પોલીસે આરોપી અને યુવતીના મેડિકલ રિપોર્ટ માટે મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.