શાળાના હેડ માસ્ટરે 9 વર્ષની બાળકીને અશ્લીલ વિડીયો બતાવી આચર્યું દુષ્કર્મ- જાણો ક્યાંની છે ઘટના

ઉત્તર પ્રદેશ: એક ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરમાં જોવા મળી છે. આ ઘટનામાં એક શાળાના હેડ માસ્ટરે 4થું ભણતી બાળકીને અશ્લીલ વિડીયો બતાવી તેની સાથે…

ઉત્તર પ્રદેશ: એક ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરમાં જોવા મળી છે. આ ઘટનામાં એક શાળાના હેડ માસ્ટરે 4થું ભણતી બાળકીને અશ્લીલ વિડીયો બતાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે પીડિતાના પિતાએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. આ ઘટના બાદ શિક્ષકને શાળામાંથી ડિટેન કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદમાં પિતાએ કહ્યું હતું કે, સીતાપુરની શાળામાં એમની 9 વર્ષની બાળકી ધોરણમાં 4 માં અભ્યાસ કરે છે. મળતી માહિતી મુજબ, ત્યાંના હેડ માસ્ટર સગીર વિદ્યાર્થીનીઓને રૂમમાં બોલાવી તેઓને અશ્વિલ વિડીયો બતાવતા હતા. જયારે બાળકીઓ રડવા લાગે છે ત્યારે સર રૂમ બંધ કરી દે છે. પછી તે સગીર પર દબાણ કરવાનું શરુ કરે છે.

ત્યારબાદ તેના પિતા સમક્ષ પીડિતાએ તમામ વાત જણાવી હતી. આ પછી પિતાએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે મુખ્ય શિક્ષક સામે બળાત્કારનો ગુનો નોંધીને તેની ધડપકડ કરવામાં આવી હતી. મુખ્ય શિક્ષકની ધડપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે. તેણે અગાઉ પણ આવા કૃત્યો કર્યા હતા, પરંતુ સામાજિક કલંકના ડરથી તેની વિરુધ આજસુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *