BRTS બસોથી મરવા કરતા, થોડા રૂપિયા આપી બોડીગાર્ડ રાખવા વધુ સારું

રાજ્યમાં બીઆરટીએસ ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી બાજુ, બીઆરટીએસ રોડમાં ઘૂસી જતા વાહનચાલકો પણ…

રાજ્યમાં બીઆરટીએસ ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી બાજુ, બીઆરટીએસ રોડમાં ઘૂસી જતા વાહનચાલકો પણ માથાનો દુખાવો બન્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં વાહનચાલકોને ગાડી ચલાવવાની મનાઈ હોવા છતાં વાહન ચાલકો પોતાનું વાહન બીઆરટીએસ કોરિડોરમાં હંકારે છે. ત્યારે હવે અકસ્માતોને નિવારવા માટે અમદાવાદ BRTS કોરિડોરમાં બાઉન્સરોમુક્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરાયા છે.આજે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક પોલીસની સાથે બાઉન્સરો પણ ઉભા દેખાયા હતા. જેઓ કોરિડોરમાં આવી રહેલા ખાનગી વાહનોને રોકી રહ્યાં હતા.

તો બીજી બાજુ, બીઆરટીએસનું સંચાલન કરી રહેલ અમદાવાદ જનમાર્ગ લિમિટેડના ડે.મ્યુનિ. કમિશનરે પણ કહ્યું કે, ટ્રાફિક પોલીસ સાથેની સયુંકત ઝુંબેશમાં એએમસીએ અમદાવાદમાં વિવિધ 8 સ્થળે પોતાના બાઉન્સર મૂક્યા છે. પૂર્વ વિસ્તારના કોરિડોરમાં આગામી કેટલાક દિવસ સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ તેમજ સુરત જેવા શહેરોમા ફરી રહેલ બીઆરટીએસ બસો સતત અકસ્માતો સર્જી રહી છે. ટુંકા સમયગાળામાં સુરતમાં 4 અને અમદાવાદમાં 2 લોકોના મોત નિપજ્યા છે. જેના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના બાદ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા મોતની સવારી બનેલ બીઆરટીએસ બસ બંધ કરાવવા માંગ ઉઠી હતી. ત્યારે અકસ્માતોનું પ્રમાણ ઓછું કરવા માટે આ પગલા લેવાયા હોઈ શકે તેવું કહેવાય છે.

બીઆરટીએસ કોરિડોરમાં બાઉન્સર મુકવાને લઈ વિવાદ ઉભો થયો છે. બાઉન્સર મુકવાના નિર્ણયનો વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિરોધ દર્શાવ્યો છે. દિનેશ શર્માએ આ મામલે એએમસી અને પોલીસને વેધક સવાલો કરતા પૂછ્યું કે, શું લોકોને પોલીસનો ડર જ નથી રહ્યો, કે બાઉન્સર મૂકવા પડે?? બાઉન્સર્સની હાજરી કાયદો વ્યવસ્થા ભાંગી પડી હોવાનું સૂચવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *