અહિયાં સ્વયંભૂ પ્રગટ થયું વિશાળ ‘શિવલિંગ’ – દરરોજ સેકંડો ભક્તો આવી રહ્યા છે દર્શનાર્થે

આણંદ(Anand) જિલ્લાના બોરસદ (Borsad)થી 13 કિલોમીટર દૂર આવેલું અલારસા(Alarsa) ગામ ચર્ચાનો વિષય બન્યું છે. ત્યાં અલારસા ગામના અભેટાપુરા(Abhetapura) વિસ્તારમાં ખોદકામ દરમિયાન શિવલિંગ(Lingam) જેવી પ્રતિકૃતિ મળી…

આણંદ(Anand) જિલ્લાના બોરસદ (Borsad)થી 13 કિલોમીટર દૂર આવેલું અલારસા(Alarsa) ગામ ચર્ચાનો વિષય બન્યું છે. ત્યાં અલારસા ગામના અભેટાપુરા(Abhetapura) વિસ્તારમાં ખોદકામ દરમિયાન શિવલિંગ(Lingam) જેવી પ્રતિકૃતિ મળી આવતા જોવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી.

આ દરમિયાન સૌ પ્રથમ મૂર્તિ જોનાર ધર્મેશ જયંતીભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, ‘એ દિવસે સારો વો વરસાદ પડ્યો, એટલે હું મારા ચાર મિત્રો સાથે ગામના છેવાડે આવેલા અભેટા તળાવમાં પાણી ભરાયું છે કે નહીં એ જોવા ગયો. તળાવમાં નીચે ઊતરીને જોયું તો ભેખડ નીચે એક મોટી પ્રતિકૃતિ દેખાઈ. ત્યાં ઉપર એક મહારાજ હતા. અમે તેમને બોલાવ્યા. તેમણે અમને કહ્યું, આ તો વર્ષો જૂનું શિવલિંગ છે. પછી અમે તળાવથી બહાર આવી ગામમાં વાત કરી, એટલે જોવા માટે લોકો ઊમટી પડ્યા.’

ધર્મેશ ડાભીની સાથે જે ચાર મિત્રો હતા, તેમાંથી એક હિતેશ મકવાણાએ કહ્યું, ‘મહારાજે કહ્યું હતું કે આ શિવલિંગ છે, પછી અમે લોકોએ હાર લાવીને ચઢાવ્યો અને દીવા-અગરબત્તી કરી. પછી આની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી, જેના પર એક રિપોર્ટરની નજર પડી તો તેઓ આવ્યા. પછી જોતજોતાંમાં બધે વાઇરલ થઈ ગયું. ત્યાર બાદથી રોજ હજારોની સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે.

આ જગ્યા પર મોટી ધ્વજા ચઢાવવામાં આવી છે. ત્યાં આવીને કોઈ હાર તો કોઈ નાળિયેર ચઢાવે છે. શિવલિંગની સામે બેસીને લોકોએ ભજન-કીર્તનથી ભક્તિ પણ શરૂ કરી દીધા છે. શરૂઆતમાં આજુબાજુ વિસ્તારના લોકો આવતા હતા, પણ હવે રાજકોટ, સુરત અને કચ્છ એમ દૂર દૂરથી લોકો શિવલિંગનાં દર્શન કરવા આવે છે. નિસરયા ગામના રહીશ અને રિટાયર્ડ ASI ભીખાભાઇ સેવાભાઇ બ્રહ્મભટ્ટ પણ શિવલિંગ મળ્યું હોવાની વાત જાણીને આવ્યા હતા.

દાવો- JCBનો પંજો તૂટી ગયો, પણ શિવલિંગને કંઈ ન થયું:
આ શિવલિંગ વિષે વાત કરીએ તો, રેલવેવાળા આ તળાવમાંથી જ્યારે માટી લેતા હતા ત્યારે JCBનો પંજો તૂટી પડ્યો હતો, પણ શિવલિંગને કંઈ નુકસાન થયું નહોતું.’

આ અંગે ગ્રામપંચાયતના સભ્ય ચૌહાણ બાબુભાઇ મણિભાએ કહ્યું, ‘રેલવેને આ તળાવ માટીકામ માટે આપ્યું હતું. એ બંધ થયા પછી ભેખડ તૂટવાથી એમાંથી એક શિવલિંગ જેવું સ્થાપત્ય મળ્યું છે. એ વર્ષો પુરાણું આદિઅનાદિ કાળથી હોય એવું મારું માનવું છે. એ આસ્થાનું પ્રતીક છે. પુરાતત્ત્વ વિભાગ જો અમને નિવેદન આપે કે ચિહન મળ્યું છે. તમે શિવલિંગની સ્થાપના કરો તો હવે ભવ્ય મંદિર બનાવવાનું આયોજન છે.’

જગ્યા પર બજાર શરૂ થઈ ગયું:
જ્યારથી અહી શિવલિંગની પ્રતિકૃતિ મળી છે, એ દિવસથી તળાવના કિનારે અંદર પણ કેટલાક લોકો ચા-નાસ્તા અને ખાણીપીણીની દુકાનો ખોલીને બેસી ગયા છે. ઉપરાંત શ્રીફળ અને અન્ય પ્રસાદીની લારીઓ પણ ચારેતરફ જોવા મળે છે. તેમના માટે રોજગારીની નવી તક ખૂલી ગઈ છે.

લોકવાયકા મુજબ આ વિસ્તાર હિડિમ્બા વન તરીકે ઓળખાય છે:
જાણવા મળ્યું છે કે, આ વિસ્તાર વર્ષોથી હિડિમ્બા વન તરીકે ઓળખાય છે. પાંડવકાળમાં તેમણે કદાચ શિવલિંગની સ્થાપના કરી હોય એવી અમારી માન્યતા છે. પાંડવો જે વખતે ગુપ્ત વાસમાં રહેતા હતા ત્યારે કદાચ સ્થાપના કરી સેવાપૂજા કરી હોય.

ગામમાંથી વિદેશ સ્થાયી થયેલા લોકોની પણ ઈચ્છા કે મંદિર બને:
આ અંગે જિલ્લા પંચાયતના સભ્ય અશોકા મહિડાએ કહ્યું, ‘બાજુની રેવપુરી સીમમાં રેવપુરી દાદાનું પ્રસિદ્ધ મંદિર છે. એનાથી 90 ડીગ્રીના સ્થાનમાં આ શિવલિંગની પ્રતિકૃતિ મળી છે, એટલે લોકોમાં શ્રદ્ધા વધુ જાગી છે. સુરત, કાઠિયાવાડ તેમજ કચ્છથી પણ લોકો અહીં આવે છે. અહીંથી વિદેશમાં જઈને વસેલા નાગરિકોની ઈચ્છા એવી છે કે ભવ્ય મદિર બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *