ભારતમાં સીરિયલ કિલર પહેલા મનાવતો હતો સુહાગરાત, પછી દુલ્હન સાથે કરતો….

દુનિયામાં ઘણા એવા કિલર છે જેના નામથી લોકો કાપી જાય છે. આ સીરિયલ કિલરોએ માસુમ અને નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવ્યા. પરંતુ આજે એક એવા…

દુનિયામાં ઘણા એવા કિલર છે જેના નામથી લોકો કાપી જાય છે. આ સીરિયલ કિલરોએ માસુમ અને નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવ્યા. પરંતુ આજે એક એવા સિરિયલ કિલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભારતમાં ઘણા લોકોનો જીવ લીધો. તેને ભારતનો સૌથી ખૂંખાર સિરિયલ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે તેની કતલ કરવાની રીત સૌથી અલગ હતી.

તેને સાઈનાઈડ કીલર કે સાઈનાઈડ મોહનના નામે ઓળખવામાં આવે છે. તે કિલર પહેલા દુલ્હન સાથે સુહાગરાત મનાવતો અને પછી તેનું કત્લ કરી દેતો.વર્ષ 2009માં કર્ણાટકના એક ગામમાં રહેતી અનિતા નામની છોકરીને એક છોકરા સાથે પ્રેમ થયો. બંને લગ્ન કરવા માંગતા હતા. એટલે અનિતા પોતાનું સઘળું છોડી છોકરા પાસે આવી ગઈ. પછીના દિવસે મંદિરમાં લગ્ન કરવાનું વચન છોકરાએ અનિતાને આપ્યું હતું. એવામાં તે બન્ને એક લોજમાં રોકાયા. જ્યાં રાત્રે છોકરાએ અનિતા સાથે શારીરિક સંબંધો બનાવ્યા.આગલા દિવસે સવારે અનિતા દુલ્હન ના કપડાં અને ઘરેણાં પહેરી રૂમ માંથી નીકળી ગઈ અને હસન જિલ્લાના બસ સ્ટેન્ડ પર આવી. જ્યાં છોકરો પહેલેથી તેની રાહ જોઈ રહ્યો હતો.

ખવડાવી આ ગોળી

છોકરાએ અનિતાને એક ટેબ્લેટ આપી અને તેને ગર્ભનિરોધક ગોળી જણાવી ટોયલેટમાં જઈને ખાઈ લેવા માટે કહ્યું. ત્યારબાદ તેણે જણાવ્યું કે તેને ખાવાથી ચક્કર પણ આવશે. આના પહેલા છોકરાએ અનિતા પાસેથી તમામ ઘરેણા ઉતારી પોતાની પાસે રાખી લીધા. તેમજ અનિતાએ ટોયલેટમાં જઈને તે ગોળી ખાઈ લીધી. તેનાથી તેનું મૃત્યુ થઈ ગયું.ત્યાં બાકી મહિલાઓએ દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં તો પોલીસને જાણકારી આપવામાં આવી. પોલીસે જોયું તો અનિતા નું ટોયલેટની અંદર જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. બીજી બાજુ છોકરો ત્યાંથી ફરાર હતો. જેના વિશે પોલીસને કશી જાણ ન હતી. પરંતુ બધા હેરાન હતા કે મોત કેવી રીતે થયું? છોકરો કોણ હતો?

20 મહિલાઓની કરી હત્યા

હકીકતમાં વર્ષ 2009થી 2013 વચ્ચે દક્ષિણ કર્ણાટકના છ શહેરોમાં અલગ અલગ બસ સ્ટેન્ડ પાસે ટોયલેટમાંથી 20 મહિલાઓની લાશ મળી હતી.તમામ મૃતક મહિલાઓની ઉંમર ૩૦ થી ૩૨ વર્ષ વચ્ચે હતી બધી એ દુલ્હન નું પોશાક પહેર્યો હતો અને શરીર પર કોઈપણ પ્રકારનું ઘરેણું હતું નહીં. તેવામાં 16 જુન 2009માં જ્યારે 22 વર્ષની અનિતા પોતાના ગામ પણ બટવાલમાંથી ગાયબ થઈ તો લોકોએ હંગામો કર્યો અને આ મામલાને સાંપ્રદાયિક રંગ આપતા કહ્યું કે અનિતાને કોઈ મુસ્લિમ છોકરો ભગાડીને લઈ ગયો.

લોકો ગુસ્સામાં હતા એટલા માટે પોલીસે આ મામલાની તપાસ કરવા પર મજબૂર થવું પડયું અને એક મહિનાની અંદર કેસને સોલ્વ કરવાનું વચન આપ્યું.સૌથી પહેલા અનિતાના મોબાઇલને ચકાસવામાં આવ્યો તો ખબર પડી કે તે નંબર કાવેરી નામની એક મહિલા નો હતો. પોલીસે કાવેરી ના ઘરે પૂછપરછ કરી તો ખબર પડી કે ઘણા મહિનાઓથી ગાયબ હતી. ત્યારબાદ પોલીસે કાવેરી નો ફોન તપાસ્યો તો તેને પુષ્પા નામની છોકરી નો નંબર મળ્યો. પરંતુ જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તે પણ ગાયબ હતી.

આ કારણે કરી હત્યાઓ..

પોલીસ પરેશાન થઈ ગઈ. પછી પોલીસ સામે મેંગ્લોરના એક ગામથી આના સાથે જોડાયેલો મામલાઓ આવ્યો. જેનો ફોન હજુ સુધી ચાલુ હતો. પોલીસે આ નંબર ઉપર કોલ કર્યો તો ખબર પડી કે આ નંબર કોઈ ધનુષ નામ ના છોકરા નો છે. પોલીસ ગામમાં પહોંચી અને ધનુષ ને પૂછ્યું તો તેણે બતાવ્યું કે તેના કાકા પ્રોફેસર મોહન કુમરા એ તેને આ નંબર આપ્યો છે. પોલીસે પ્રોફેસર મોહનને ગિરફતાર કરી લીધો. તેણે શરૂઆતમાં તો કંઈ માહિતી આપી નહિ પછી બધું બોલી ગયો. પ્રોફેસર મોહન કુમારે જણાવ્યું કે તે ગરીબ પરિવારનની, જે દહેજ નથી આપી શકતા અથવા જેની છોકરીઓના લગ્ન નથી થઈ રહ્યા હતા તે છોકરીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવતો હતો અને વગર પૈસે લીધે લગ્ન કરવાની વાત કરતો હતો.

પછી તે છોકરીઓને લગ્નની લાલચ આપી પોતાની પાસે બોલાવતો હતો અને પછીના દિવસે લગ્ન કરવાની વાત કરી રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. પછી તે બહાના થી ટોયલેટમાં જઈને ગર્ભનિરોધક ગોળી ખાવા માટે મનાવી લેતો હતો.જોકે એક સરકારી સ્કૂલમાં શિક્ષક રહી ચૂકેલો મોહન કુમાર પહેલાં જ આંગળીઓમાં સાઈનાઈડ મેળવી લેતો હતો. જેનાથી યુવતીઓનું મૃત્યુ સ્થળ પર જ થઇ જતું હતું. જેવું યુવતીઓનું મૃત્યુ થઈ જાય તેવો જ તે તેના ઘરેણા લઈને ભાગી જતો હતો. ડિસેમ્બર 2013માં મેંગ્લોરની ફાસ્ટ ટ્રેક કોર્ટે તેને 20 મહિલાઓની હત્યા નો દોશી ગણાવી ફાંસીની સજા સંભળાવી હતી. આ બધામાં ચોંકાવનારી વાત તો એ છે કે મોહન કુમાર પોતાનો કેસ જાતે લડી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *