ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ- પ્રેમીકાના ભાઈએ પ્રેમી સાથે જે કર્યું તે થઇ ગયું CCTVમાં કેદ

સુરતમાં હાલમાં જ નવા પોલીસ કમિશનર શ્રી અજય તોમરની નિમણુંક થવા પામી છે. તેમ છતાં સુરતમાં ગુનાઓનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે.

ગઇકાલે મોડી રાત્રે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવકની ખુલ્લેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા છોકરી સાથેના પ્રેમ સંબંધને લીધે થઇ હોવાનું સામે આવી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે કપિલ નામનો યુવક આરોપી ગણેશ તેની બહેન પૂજા સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધમાં હતો. જેની જાણ ગણેશને થતાં એ વાતની અદાવત રાખી આરોપી ગણેશ અન્ય આરોપી મિત્રો સાથે મળી બહેનના પ્રેમી કપિલને ચપ્પુ વડે આડેધડ ઘા મારી તેને શરીરે માથામાં, ગળા ઉપર, પેટમાં, કમર પર, જમણા પડખે, ડાબા પંજામાં, જમણા હાથના ખભા ઉપર અને છાતી ઉપર ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી છૂટયા હતા.

ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કપિલને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં જોવા જઈએ તો સતત ગુનાખોરી વધી રહી છે. આ અગાઉ પણ સુરતમાં ઢગલાબંધ આવી ઘટનાઓ બની ચુકી છે. હવે નવા નિયુક્ત પોલીસ કમિશનર શ્રી આ બાબતે કેવું વલણ દાખવે છે તે જોવાનું બાકી રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP