જુવાનજોધ દીકરાની માતાએ પ્રેમી સાથે કરી લીધા લગ્ન- દીકરાનો બાટલો ફાટતા ‘ખેલાયો ખૂની ખેલ’ -જુઓ વિડીયો

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ જિલ્લામાં હત્યાની એક ઘટના જોવા મળી છે. આ બનાવમાં પુત્રએ માતાના પ્રેમીની હત્યા કરી નાખી છે. એક વ્યક્તિ એક મહિલાને પ્રેમ લગ્ન કરીને…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ જિલ્લામાં હત્યાની એક ઘટના જોવા મળી છે. આ બનાવમાં પુત્રએ માતાના પ્રેમીની હત્યા કરી નાખી છે. એક વ્યક્તિ એક મહિલાને પ્રેમ લગ્ન કરીને સાથે લાવ્યો હતો. જેનું ખોટું લગતા મહિલાના પુત્રએ અન્ય બે વ્યક્તિ સાથે મળીને તેની માતાને ભગાડીને લઈ જનાર વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા પહેલા આરોપીઓ મૃતકના ઘરે ગયા હતા અને મહિલાને પાછી મોકલી દેવાનું કહ્યું હતું. આ આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે.

બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, હત્યા પછી આરોપીઓ ભાગી રહ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ત્રણ જેટલા આરોપી આવે છે અને સિક્યુરિટી ગાર્ડની હત્યા કરે છે. આ મામલે પોલીસે હત્યા સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, બાવળા વિસ્તારમાં આવેલી કેરાળા GIDC વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા અરવિંદ બેલદારની હત્યા કરવામાં આવી છે. અરવિંદના ભાઈ ભરતભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ આપી છે. થોડા દિવસ પહેલા એક મહિલા સાથે મારનાર યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, તેને પોતાની સાથે લઈને આવી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી નયન બેલદાર, રાજુ બેલદાર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ 31 ઓગસ્ટ, 2021ની રાત્રે GIDCમાં આવીને એક વ્યક્તિની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. એવી જાણવા મળ્યું છે કે, થોડા દિવસો પહેલા આરોપીઓ જ્યારે ફરિયાદીના ઘરે ગયા હતા ત્યારે ધમકી આપી હતી કે, મહિલાને પાછી નહિ મોકલે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓને શોધવા ટીમો કામે લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *