સગો બાપ, દીકરાની પત્ની સાથે કરી રહ્યો હતો અશ્લીલ હરકત, દીકરો એવો કઠોર નિર્ણય લેવા મજબુર થયો કે…

હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક ઘટના સામે આવી છે. 5 દિવસ અગાઉ જંગલમાં મળી આવેલ અડધી સળગેલાં મૃતદેહનો મામલો…

હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક ઘટના સામે આવી છે. 5 દિવસ અગાઉ જંગલમાં મળી આવેલ અડધી સળગેલાં મૃતદેહનો મામલો પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસનો દાવો છે કે, મૃતકના દીકરાએ જ તેની હત્યા કરાવી હતી. આરોપીઓની પૂછપરછ વખતે નવાઈ લાગે તેવી વાત સામે આવી છે.

પુત્રએ કહ્યું હતું કે, પિતા તેની પત્નીની સાથે ખરાબ હરકતો કરી રહ્યાં હતા. તેને આવું કરતા જોયા પછી દીકરાએ પોતાના 4 મિત્રોને સોપારી આપીને પિતાની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. દીકરાએ પોલીસ સ્ટેશનમાં પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જયારે તપાસમાં માતાના નિવેદન પર પોલીસને આશંકા જતાં હત્યાકાંડનો ખુલાસો થયો હતો.

વન વિભાગની ટીમને 28 માર્ચે મળી આવ્યો હતો મૃતદેહ:
વન વિભાગની ટીમને 28 માર્ચની બપોરનાં સમયે અડધી સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. સીનિયર બીટ ગાર્ડ અમિત ત્રિપાઠી દ્વારા પોલીસને આ અંગેની જાણ કરી દેવામાં આવી હતી. આની સાથે જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યાં પછી એને દફનાવી દેવામાં આવ્યો હતો.

31 માર્ચનાં રોજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને પોલીસને કહ્યું હતું કે, 26 માર્ચે તેના પતિ ગામનાં મિત્રોની સાથે ગયા હતા. ત્યારપછી તે ઘરે પરત ફર્યા જ નથી. તેઓ ખેતીની સાથે જ દૂધનો વ્યવસાય પણ કરતા હતા.

પુત્રએ મિત્રો સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું:
પૂછપરછમાં પુત્રએ પોલીસને કહ્યું હતું કે, પિતા તેની પત્ની પર ખરાબ ઈરાદા રાખતા હતા. 7 દિવસ અગાઉ જ તેને પિતાને પત્નીની સાથે જોઈ લીધા હતા. પત્નીને પૂછતાં તેને રડતાં રડતાં કહ્યું હતું કે, સસરા તેની છેડતી કરે છે. ભયને લીધે તે કંઈ બોલી શકતી ન હતી.

તેણે મિત્રને આ અંગે જણાવ્યું તો બંને હત્યા માટે તૈયાર થઈ ગયા. ફક્ત 50,000 રૂપિયામાં તેનો સૌદો નક્કી થયો હતો. 15,000 એડવાન્સમાં આપવામાં આવ્યા હતાં. 35,000 રૂપિયા કામ પૂર્ણ થયા પછી ભેંસ વેંચીને આપવાનો હતો. રાહુલ યાદવે ગામમાં રહેતા મિત્રોને વાત કરીને બંનેને ષડયંત્રમાં સામેલ કરી દિધા હતાં.

ગાંજો પીવડાવ્યા પછી ગળું દબાવ્યું અને સળગાવી દિધો:
આ મામલાનો ખુલાસો કરતા શુક્રવારે SP સિદ્ધાર્થ બહુગુણા જણાવે છે કે, ત્રણેય 26 માર્ચે ઘરે જઈને જયારે પિતા ખેતરમાં હા ત્યારે બંને તેની પત્નીને પૂછીને પરત ફરી રહ્યાં હતા. આની સાથે જ બંનેએ તેને ગાંજો પીવડાવવાના બહાને બાઈકમાં સાથે લઈ ગયા હતાં. ત્યારબાદ બાઈક ઊભી રાખીને કારમાં સવાર થઈને રસ્તામાં જ ગળું દાબીને મારી નાંખવામાં આવ્યો હતો.

માસ્ટરમાઈન્ડ પિતા જનપદ સભ્ય:
સમગ્ર ઘટનામાં 21 વર્ષીય યુવક માસ્ટરમાઈન્ડ નીકળ્યો હતો. તેને જ પિતાની હત્યા માટે ઉશ્કેર્યો હતો. જયારે યુવકના પિતા જનપદ સભ્ય છે. જેથી એમની ધરપકડ કરવામાં પોલીસને ઘણી જ મુશ્કેલી પડી. 8 મહિના અગાઉ જ તેને પોતાના ટ્રેક્ટરને વેંચીને પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.આની સાથે જ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા પછી જેલનાં હવાલે કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *