ભારતના આ ચમત્કારિક મંદિરમાં માતાજીને ફૂલ કે માળા નહિ પરંતુ, ચડાવવામાં આવે છે ચપ્પલનો હાર- જાણો તેના પાછળનું રહસ્ય

મંદિર એક ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે, તેથી જ્યારે પણ લોકો મંદિરની મુલાકાત લે છે, ત્યારે ફૂલોના માળા અને અન્ય પ્રસાદ ભગવાન માટે…

મંદિર એક ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે, તેથી જ્યારે પણ લોકો મંદિરની મુલાકાત લે છે, ત્યારે ફૂલોના માળા અને અન્ય પ્રસાદ ભગવાન માટે આદર સાથે લેવામાં આવે છે. જૂતા અને ચપ્પલ હંમેશા મંદિરની બહાર કાઢવામાં આવે છે. જો આ ફૂટવેર નવા હોય તો પણ તેમનું સ્થાન હંમેશા મંદિર કે પૂજા સ્થળની બહાર હોય છે.

પરંતુ આજે અમે તમને આવા એક અનોખા મંદિર વિશે જણાવીશું, જ્યાં ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ચપ્પલની માળા લઈને જાય છે અને માનતા માને છે. અમે વાત કરી રહ્યા છીએ કર્ણાટકના ગુલબર્ગ જિલ્લામાં સ્થિત લક્કમ્મા દેવી મંદિરની. દર વર્ષે અહીં ફૂટવેર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચંપલની માળા લઈને અહીં આવે છે. જાણો આ અનોખા મંદિર સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

તહેવાર દિવાળીના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે:
દર વર્ષે દિવાળીના છઠ્ઠા દિવસે ફૂટવેર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. લોકો આ ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે લોકો અહીં ચંપલની માળા લઈને આવે છે અને માતાની સામે પોતાની ઈચ્છાઓ રાખે છે. ત્યાર બાદ ચંપલની માળા ઝાડ પર લટકાવી દે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે.

આ છે માન્યતા:
લક્કમ્મા દેવીના ભક્તો માને છે કે, ચપ્પલની માળા ચઢાવવા વાળાની માતા રાણી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. માતા રાણી રાત્રે તેમના ચંપલ પહેરે છે અને તેમને દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે. એવું પણ માનવામાં આવે છે કે, અહીં ચપ્પલ ચઢાવવાથી પગ અને ઘૂંટણનો દુખાવો હંમેશ માટે દૂર થઈ જાય છે.

બળદોનું બલિદાન બંધ થયા બાદ આ ઉત્સવ શરૂ થયો:
એવું કહેવાય છે કે, આ મંદિરમાં એક સમયે માતા રાણીને બળદનો ભોગ આપવામાં આવતો હતો. પરંતુ પશુ બલિદાન બંધ કર્યા બાદ આ ફૂટવેર ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો. ફૂટવેર ફેસ્ટિવલના દિવસે માતાના ભક્તો અહીં આવે છે અને માતા પ્રત્યેના આદર પ્રમાણે શાકાહારી અને માંસાહારી ભોજન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *