સુરતમાં પ્રેમી સાથે લગ્ન કરવા માટે પુત્રીએ પરિવાર સાથે કર્યું એવું કે, સમગ્ર ઘટના જાણીને રુંવાડા ઉભા થઇ જશે

Published on Trishul News at 2:22 PM, Sun, 19 September 2021

Last modified on September 19th, 2021 at 2:22 PM

સુરત(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર પ્રેમી માટે યુવતીઓ કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. તેવામાં તેઓ કઈ સમજ્યા વગર કઈ પણ કરી બેસે છે. તે દરમિયાન તેઓ પોતાના પરિવારને પણ નુકસાન(Damage to the family) પહુચડી છે. તેવો જ એક પરિવારીક સંબંધોમાં લાછંન(Stigma in family relationships) લગાવતો બનાવ સુરત(Surat)માંથી નજરે ચડ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તાર(Dindoli area)નો આ બનાવ છે. આ બનાવમાં પુત્રીએ પરિવારને ઘેનની દવા(Nausea) આપીને પ્રેમી સાથે લગ્ન કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની હકીકત સામે આવતા પોલીસ મથકમાં પિતાએ પુત્રી વિરુધ ગુનો દાખલ કરાવ્યો છે. જેને કારણે પોલીસે વધુ કાર્યવાહી શરુ કરી છે

મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલીમાં રહેતા એક પરિવારને પરાઠામાં ઘેનની ગોળીઓ આપી લીધી હતી. ગોળીઓ આપ્યા બાદ પરિવાર સુઈ ગયો હતો ત્યારે પુત્રીએ પ્રેમી સાથે લગ્ન કરવાની તૈયારી કરી લીધી હતી. ત્યારબાદ પુત્રીએ ભાગીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. જયારે લગ્નનું સર્ટિ આવ્યુ ત્યારે આની જાણ થઈ હતી. જો કે, લગ્ન સર્ટિ સાથે પુત્રી પોલીસ મથકે પહોંચી હતી. ત્યારબાદ પિતાએ પુત્રી વિરુધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પિતાની ફરિયાદને આધારે વધુ તપાસ શરુ કરી છે.

નોંધનીય છે કે, પુત્રીની પ્રેમી સાથે લગ્ન કરવા માટે આવી કરતૂત નજરે આવ્યા પછી સમગ્ર વિસ્તામાં ચકચાર મચી જવા પામી છે. પરિવારના સંબંધોમાં સગી પુત્રીના આવા બનાવ પછી લાછંન લાગ્યું છે. આજકાલ ટીવી સિરિયલો અને મોબાઈલ ક્રેઝને કારણે આવી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં માતા પિતાએ પણ સાવચેતી રાખવી જરૂરી બની ગયું છે, માતા પિતાના રુવાડા ઉંભા કરી દે તેવા બનાવ પછી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં પ્રેમી સાથે લગ્ન કરવા માટે પુત્રીએ પરિવાર સાથે કર્યું એવું કે, સમગ્ર ઘટના જાણીને રુંવાડા ઉભા થઇ જશે"

Leave a comment

Your email address will not be published.


*